નિર્ણય:રાજકોટ ડિવિઝનની 2 ટ્રેનમાં વધારાના કોચ જોડવામાં આવશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનમાં હંગામી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે. જે ટ્રેનમાં વધારાનો કોચ જોડવામાં આવ્યા છે એમાં હાપા -મડગાંવ અને જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.

હાપા-મડગાંવ એક્સપ્રેસમાં હાપાથી કાલે બુધવારથી જોડવામાં આવશે. આ વધારાના કોચ 25 મે સુધી મળી રહેશે. 18 મે સિવાય બાકીના તમામ દિવસોમાં વધારાના કોચની સુવિધા મળી રહેશે. મડગાંવથી 6 મેથી વધારાના કોચની સુવિધા શરૂ થશે અને 27 મે સુધી વધારાના કોચ જોડવામાં આવશે. માત્ર 20 મેને બાદ કરતાં તમામ દિવસોમાં કોચની સુવિધા મળશે.

આ ટ્રેનમાં એક વધારાનો સેકન્ડ સ્લીપર કોચ જોડવામાં આવશે. જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસમાં જામનગરથી તાત્કાલિક અસરથી 13 મેથી જોડવામાં આવશે અને બાંદ્રા ટર્મિનસથી 12 મેથી એક વધારાનો થર્ડ એસી કોચ જોડવામાં આવશે. જોકે વધારાના કોચની સુવિધા શરૂ કરવામાં આવી હોવા છતાં હાલ ટ્રેનમાં વેઈટિંગ છે. કોરોના બાદ પહેલીવાર કોઈ નિયંત્રણ નથી.

અન્ય સમાચારો પણ છે...