રસ્તાના સમારકામમાં રાજકારણ:રાજકોટના કેનાલ રોડ પર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોએ તગારા-પાવડા ઉપાડી રસ્તા પર પડેલા ખાડા પૂર્યા

રાજકોટ4 મહિનો પહેલા
કેનાલ રોડ પર કોંગ્રેસ રસ્તા પરનાં ખાડા પૂર્યા.
  • આગામી દિવસોમા વરસાદની સીઝન પૂર્ણ થતા રોડ રસ્તાના સરફેસિંગનાં કામો શરુ કરવામા આવશેઃ મનપા કમિશનર

રંગીલુ રાજકોટ જાણે કે ખાડીલું રાજકોટ બની ચૂક્યું હોય તે પ્રકારના દૃશ્યો હાલ સામે આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરમાં પડેલા ખાડાઓ મામલે રાજકારણ પણ ગરમાયું હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં પડેલા ખાડા મામલે મનપાનાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામા આવી હોવાનુ જાણવા મળ્યું છે. પરંતુ આજે કેનાલ રોડ પર શહેર કોંગ્રેસ અશોક ડાંગર સહિત કાર્યકરોએ પાવડા-તગારા ઉપાડી ખાડા પૂર્યા હતા.

વધુ વરસાદના કારણે રોડ રસ્તાની હાલત બિસ્માર
બીજી તરફ સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વધુ વરસાદના કારણે રોડ રસ્તાની હાલત બિસ્માર છે. હાલ, કપચી નાંખી તેમજ પેવર બ્લોક નાંખીને ખાડાઓ બુરવામા આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમા વરસાદની સીઝન પૂર્ણ થતા રોડ રસ્તાના સરફેસિંગનાં કામો શરુ કરવામા આવશે તો બીજી તરફ રાજકોટનાં જે એન્ટ્રી એક્ઝિટ રાજમાર્ગો છે કે જે નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવે છે તેમનાં સમારકામ માટે તેમને જણાવવામા આવ્યું છે.

ખરાબ રસ્તાને કારણે અકસ્માતો થાય છે
મનપાના વિરોધપક્ષનાં નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં અનેક રસ્તા તૂટેલા છે, આ અંગે મેં મુખ્યમંત્રીને પણ રજુઆત કરી હતી. એક પણ જગ્યાએ સારૂ કામ થાતું નથી. ખરાબ રસ્તાને કારણે એક્સિડન્ટ થાય છે. વાહનોમાં પણ નુકસાન થાય છે. જ્યાં સમારકામ થાય છે ત્યાં સારી રીતે કામ થતું નથી. ભાજપવાળા ભ્રષ્ટાચાર કરી કહે છે કે, અમે ગેરંટીવાળઆ રસ્તા બનાવીએ છીએ પણ આપણે જોઇએ છીએ કે, આમાં ક્યાય ગેરેંટીવાળા રસ્તા નથી.

અન્ય સમાચારો પણ છે...