તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:રાજકોટના મોરબી રોડ પર અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી, યુવાનનું ઘટનાસ્થળે જ મોત

રાજકોટ3 મહિનો પહેલા
યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજતા અરેરાટી વ્યાપી.
  • બનાવની જાણ થતા બી ડિવીઝન પોલીસ દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી

રાજકોટના મોરબી રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન હડફેટે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથ ચોક નજીક અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

બી ડિવીઝન પોલીસ દોડી ગઈ
અકસ્માતમાં મોતની ઘટના સામે આવતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમાં GJ-03-KR-1141 નંબરના કાળા કલરવાળા એક્ટિવા ચાલકને અજાણ્યા વાહને હડફેટે લીધાનું સામે આવ્યું છે. વાહનચાલક યુવાન કોણ છે તેની ઓળખ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા.
અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા.

ગઇકાલે જેતપુરમાં ટીપરવાને 4 વર્ષના બાળકને કચડ્યો હતો
ગઇકાલે જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે જામનગરની એક કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે. શહેરના ખોડિયારનગર 1માં આ કંપનીના ડોર ટુ ડોર કચરો લેવા આવતાં વાહનના ડ્રાઈવરે બેફિકરાઈથી વાહન ચલાવતાં ઉત્તરપ્રદેશથી રોજીરોટી રળવા આવેલા વિકાસભાઈ રાડાના એકના એક ચાર વર્ષના પુત્ર આરવને કચડી નાખ્યો હતો. આથી તેને તાત્કાલિક સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. તક જોઇને ટીપરવાનચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.