તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:રાજકોટમાં જિલ્લા પંચાયતમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા એક્શન પ્લાન તૈયાર, 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરવા નિર્ણય

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્ય કક્ષાએ ઘટતા સાધનો ખરીદવા અંગે વિચારણા કરાઈ  - Divya Bhaskar
ગ્રામ્ય કક્ષાએ ઘટતા સાધનો ખરીદવા અંગે વિચારણા કરાઈ 
  • ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે સૂચનો મંગાવવામાં આવ્યા

રાજકોટમાં આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરની ઉપસ્થિતિમાં અલગ અલગ સમિતિના ચેરમેન તથા અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા.

ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇ સમીક્ષા કરી
જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરના જણાવ્યા મુજબ ખાસ કરી ગ્રામ્ય કક્ષાએ ઘટતા ઓક્સિજન સિલિન્ડર, સેલ કાઉન્ટ૨ મશીન, થર્મલ ગન વગેરેની તાકીદે ખરીદી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે રાજકોટ જિલ્લા પંચાયત હેઠળના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અપગ્રેડ કરવા તેમજ ઘટતી જરૂરી સાધન સામગ્રી ખરીદવા આજની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ સાથે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેના પ્લાનની અને કરેલી કાર્યવાહીની સમીક્ષા કરી પણ આજ રોજ કરવામાં આવી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેના પ્લાનની અને કરેલી કાર્યવાહીની સમીક્ષા કરી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેના પ્લાનની અને કરેલી કાર્યવાહીની સમીક્ષા કરી

ગ્રામ્ય કક્ષાએ ઘટતા સાધનો ખરીદવા અંગે વિચારણા કરાઈ
મુખ્યત્વે આજની આ બેઠકમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરવા માટે જરૂરી સાધન સામગ્રી તેમજ ગ્રામ્ય કક્ષાએ ઘટતા ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન પલ્સમીટ૨, સેલ કાઉન્ટર મશીન વગેરેની તાકીદે ખરીદી કરવા સૂચના આપવામાં આવી અને લેબોરેટરી માટે 3 પાર્ટના બદલે 5 પાર્ટ સેલ કાઉન્ટર ખરીદવા અંગે વિચારણા કરવામાં આવી કે જે ગ્રામ્ય કક્ષાએ જરૂરી રિપોર્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને મોટા શહેર સુધી ગામડાના લોકોને ધક્કો ખાવો ન પડે જેથી સમય અને નાણાંની અમૂલ્ય બચત થશે.

વધુને વધુ વૃક્ષારોપણ કરાવાની સૂચના અપાઈ
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી ઘાતક લહેરમાં ઓક્સિજનની તંગી ખૂબ મોટા પ્રમાણમાં સર્જાય હતી. જેના કારણે દર્દીઓના મૃત્યુ થયાના અનેક બનાવ સામે આવ્યા હતા. ત્યારે ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા અને માદરે વતન યોજના અંતર્ગત કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના સ્વજનો સાથે રાખી લોકભાગીદારીથી વધુને વધુ વૃક્ષારોપણ કરાવવા સૂચના આજની બેઠકમાં આપવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...