તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પોરબંદરના આધેડનો આર્થિક ભીંસથી એસિડ પી આપઘાત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝેરી દવા પી લેનાર પ્રૌઢે દમ તોડ્યો
  • ઘર કેમ ચલાવવું તેની ચિંતાથી પગલું ભર્યું

કોરોનાની મહામારીમાં કામધંધા તેમજ નોકરી છૂટી જવાથી અનેક લોકો આર્થિક સંકડામણને કારણે આપઘાત કરી લીધાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. આવા જ કિસ્સામાં વધુ એક આધેડે જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ બન્યો છે.

પોરબંદર છાયા નવાપાડા વિસ્તારમાં રહેતા નીતિનભાઇ દેવજીભાઇ સુખડિયા નામના આધેડે બુધવારે તેમના ઘરે એસિડ પી લેતા પોરબંદર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં નીતિનભાઇએ દમ તોડ્યો હતો. રાજકોટ પોલીસની પ્રાથમિક તપાસમાં નીતિનભાઇ સ્કૂલબસ ચલાવતા હતા, પરંતુ કોરોનાને કારણે શાળા-કોલેજ બંધ થઇ જતા બસ ડ્રાઇવિંગ કામ બંધ થઇ ગયું હતું. જેને કારણે તેઓ આર્થિક ભીંસ અનુભવતા હોય કંટાળીને પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

નીતિનભાઇનાં મોતથી ચાર સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે આ બનાવની વિશેષ તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં કોરોનાની મહામારીમાં નોકરી છૂટી જવાને કારણે આર્થિક ભીંસ અનુભવતા પેલેસ રોડ, મનમંદિર એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઇ સૂર્યકાંતભાઇ ચોટાઇ નામના પ્રૌઢે બે દિવસ પહેલા શાસ્ત્રીમેદાનમાં ઝેરી દવા પી લીધી હતી.

સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ ચાલુ સારવારમાં તેમને દમ તોડ્યો છે. મૃતકને સંતાનમાં એક દીકરો છે. તેઓ શેરબજારની ઓફિસમાં કામ કરતા હતા, પરંતુ મહામારીને કારણે નોકરીમાંથી છૂટા કરી દેવાતા ઘર કેવી રીતે ચલાવવું તેની ચિંતામાં પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. કોરોના મહામારીના કારણે નોકરી છૂટી જતાં આર્થિક હાલત ખરાબ થઇ જતાં તે ચિંતામાં ઘર ચલાવવું મુશ્કેલ બની જતાં પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...