ધમકી:પાડોશીએ ધમકી દેતા મહિલાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરિયા કોલોની આરએમસી ક્વાટર્સમાં બનેલી ઘટના

શહેરના બાબરીયા કોલોની વિસ્તારમાં આવેલા આરએમસી આવાસ ક્વાટર્સમાં રહેતા પુજાબેન નવીનભાઇ ધામેલીયા (ઉ.વ.44)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરારીનગરના દાઉદ નામના ઇસમનું નામ આપ્યું હતું.

પુજાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પોતે ચાલીને તેમના વિસ્તારમાંથી પસાર થતાં હતા ત્યારે તેમના પાડોશમાં રહેતા સહેનાઝબેન સાથે દાઉદ નામનો શખ્સ દારૂનો નશો કરી ઝઘડો કરી રહ્યો હતો, દાઉદ નશાખોર હાલતમાં સહેનાઝ બેન સાથે માથાકુટ કરતો હોવાથી પુજાબેન વચ્ચે પડ્યા હતા અને ઝઘડો કરવાની ના કહેતા દાઉદ ઉશ્કેરાયો હતો અને પુજાબેનને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પાડોશી મહિલાની મદદે ગયેલા પુજાબેનને દાઉદે ધમકી દેતા તેઓ ગભરાઇ ગયા અને ઘરે જતા રહ્યા હતા જોકે દાઉદની ધમકીથી ગભરાઇ ગયા અને ઘરે એસિડ પી લીધું હતું, પુજાબેનને તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી અને પુજાબેનની ફરિયાદ પરથી દાઉદ સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

જ્યારે અન્ય બનાવમાં ઉપલાકાંઠાના દૂધ સાગર રોડ પરની ભગવતી સોસાયટીમાં રહેતો ઇરમાન ઉર્ફે પીન્ગો રજાક મીનીવાડીયા વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી વલસાડના વાપી જીઆઇડી પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર હોવાની અને ઇમરાન ગંજીવાડામાં આંટાફેરા કરતો હોવાની માહિતી મળતાં થોરાળા પોલીસની ટીમ ગંજીવાડામાં દોડી ગઇ અને ઇમરાન મીનીવાડીયાને ઝડપી લીધો હતો.

થોરાળા પોલીસે દારૂના ગુનામાં ફરાર આરોપી પકડાયાની જાણ કરતાં વાપી પોલીસ રાજકોટ આવવા રવાના થઇ હતી. તેમજ પારેવડી ચોક પાસેના મહાત્માં ગાંધી પ્લોટમાં રહેતા વિજય ઉર્ફે ટાઇગર દિનેશ રાઠોડનું એક વર્ષ પૂર્વે વાહન ચોરીમાં નામ ખુલ્યું હતું. બાદમાં ભૂગર્ભમા ઉતરી ગયો હતો, અંતે શુક્રવારે વિજયને ભગવતીપરા પુલ નીચેથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...