દુઃખદ:કામ બાબતે માતાએ ઠપકો દેતા યુવતીએ એસિડ પી જિંદગી ટૂંકાવી

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રેલનગરમાં રિક્ષાચાલકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત કર્યો

શહેરમાં આપઘાતના વધુ બે બનાવમાં યુવતીએ, રિક્ષાચાલકે જિંદગી ટૂંકાવી છે. પ્રથમ બનાવમાં માધાપર ચોકડી પાસે મનહરપુર ગામે રહેતી શોભના પ્રેમજીભાઇ ચૌહાણ નામની યુવતીએ તેણીના ઘરે એસિડ પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવારમાં શોભનાનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસ તપાસમાં મૃતક શોભના મૂળ અમરેલીની છે. તે અહીં માતા અને બહેન સાથે રહે છે. જ્યારે તેના પિતા, ભાઇ-બહેન અમરેલી રહે છે. શોભનાને ઘરકામ મુદ્દે માતાએ ઠપકો દીધો હોય તેનું માઠું લાગતાં પગલું ભરી લીધાનું જણાવ્યું છે.

બીજો બનાવ રેલનગરમાં બન્યો હતો. જ્યાં કાંતિ રમેશભાઇ ગોહિલ નામના યુવાને તેના ઘરે દોરીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તપાસમાં રિક્ષા ડ્રાઇવિંગ કરતો કાંતિ ગત રાતે દારૂ પીને ઘરે આવ્યો હતો. સવારે માતા રૂમમાં જતા તેને લટકતી હાલતમાં જોયો હતો. છ ભાઇ-કાંતિએ ક્યા કારણોસર પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ છે.

અન્ય સમાચારો પણ છે...