તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલહવાલે:તરુણીના અપહરણ, દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન રદ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

અપહરણ, દુષ્કર્મના કેસમાં જેલહવાલે રહેલા વડાળી ગામના હિતેશ ધીરૂભાઇ બારૈયાએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. કેસની વિગત મુજબ, આરોપી હિતેશ ગામની જ 15 વર્ષની તરુણીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં આરોપી હિતેશે તરુણી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવની આજી ડેમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

ફરિયાદને પગલે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન જેલહવાલે રહેલા આરોપી હિતેશે જામીન પર છૂટવા અરજી કરી હતી. જે અરજી સામે સરકારપક્ષે રોકાયેલા એપીપી એ.એસ.ગોગિયાએ આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો છે. તેમજ આરોપી અને ભોગ બનનાર બાજુમાં જ રહેતા હોય જામીન પર છૂટ્યા બાદ તે ફરિયાદી કે ભોગ બનનારને ફોડવાનો પ્રયત્ન કરે તેવી પૂરી સંભાવના હોય જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી. એડિ.સેશન્સ જજ કે.ડી.દવેએ બંનેની રજૂઆત સાંભળ્યા બાદ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...