ક્રાઇમ:દારૂની પોટલીના મુદ્દે માથાકૂટ થતાં યુવકને પથ્થર મારી પતાવી દીધો હતો, આરોપી પોલીસ સકંજામાં

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સાથે છૂટાછેડા બાદ ફરીથી સાથે રહેતી હતી પરંતુ સેવાકરાર બાબતે માથાકૂટ થતી રહેતી’તી

કોઠારિયા સોલવન્ટ પાસેની સીતારામ સોસાયટીમાં રહેતા મનોજ પ્રતાપભાઇ વાઢેર (ઉ.વ.40)ની ગત તા.28ના કોઠારિયા સોલવન્ટ ફાટક નજીકથી લાશ મળી આવી હતી, યુવકની નેણના ભાગે ઇજાના નિશાન મળ્યા હતા, જોકે ટ્રેનની ઠોકરથી પડી જવાથી યુવકનું મોત નીપજ્યાનું પોલીસે તત્કાલીન સમયે તપાસ દરમિયાન માની લીધું હતું.

અજાણી વ્યક્તિએ ફાલ્ગુનીને કહ્યું હતું કે, તા.27ની રાત્રે એ સ્થળે બે શખ્સ દારૂના મુદ્દે બોલાચાલી કરતા હતા, બોલાચાલી દરમિયાન એક શખ્સે ઉશ્કેરાઇને બીજા શખ્સને પથ્થરના ઘા ઝીંકી દીધા હતા, તે ઘટના તેણે પોતાની નજરે જોઇ હતી, જોકે ત્યારબાદ ત્યાંથી તે જતો રહ્યો હતો, તા.28ના તેને જાણ થઇ હતી કે પથ્થરના ઘા ઝીંકાયા હતા તે યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, ફાલ્ગુનીએ આ અંગે આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે ફાલ્ગુનીની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ફાલ્ગુનીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રીછે, પતિ છૂટક મજૂરી કરતો હતો અને દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો, સાસુ આઠ વર્ષથી બીમારીને કારણે પથારીવશ છે, પાડોશમાં રહેતા કોન્ટ્રાક્ટર પરેશ પટેલ સાથે પરિચય થતાં વર્ષ 2017માં તેની સાથે સેવા કરાર કર્યા હતા જે મામલે પતિ દારૂ પી અવારનવાર માથાકૂટ કરતો હોવાથી નવેમ્બર 2017માં મનોજ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. પરંતુ સાસુની સારસંભાળ માટે થોડા જ દિવસોમાં નોટરી પાસે સમજૂતી કરાર કરાવી પતિ મનોજ સાથે રહેવા લાગી હતી, જોકે સેવાકરાર બાબતે પતિ સાથે ઝઘડો થતો હતો.

બીજીબાજુ ક્રાઇમ બ્રાંચની ટીમે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે પારડીના રાજેશ નામના શખ્સને ઉઠાવી લીધો હતો, પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા રાજેશે કબૂલાત આપી હતી કે, તેની પાસે દારૂની પોટલી હતી ત્યારે એક શખ્સ તેની પાસે આવ્યો હતો જેને તે ઓળખતો નહોતો, તેણે દારૂની પોટલી માગી હતી પરંતુ પોતે દેવાની ના કહેતા તે શખ્સે ગાળો દેતા ઉશ્કેરાઇને તેને પથ્થરના ઘા ઝીંકી દીધા હતા. પથ્થરના ઘા મારી પોતે જતો રહ્યો હતો અને બીજા દિવસે તેના મોતની જાણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...