આદેશ:15 લાખના બે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય કેસમાં લોનધારકને એક વર્ષની સજા

રાજકોટમાં વિજય પાંચાભાઇ વાદી નામના શખ્સ સામે બે જુદા જુદા ચેક રિટર્નના કેસ ચાલી જતા અદાલતે એક વર્ષની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. અને વળતર ચૂકવવાની દરકાર ન કરે તો વધુ સજાનો આદેશ કર્યો છે. આરોપીએ વિપુલ કીર્તિભાઇ શાહ પાસેથી કટકે કટકે રૂ.14.95 લાખ ઉછીના આપ્યા હતા. જેની સામે આરોપીએ બે ચેક આપ્યા હતા. જે બંને ચેક વસૂલાયા વગર પરત ફરતા વિપુલભાઇએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે આરોપીએ રૂપિયા ઉછીના લેતા સમયે ફરિયાદીને લખી આપેલી પ્રોમેસરી નોટ કોર્ટમાં દસ્તાવેજ રૂપે રજૂ કરી રજૂઆત કરી હતી.

જેને ધ્યાને લઇ અદાલતે દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે. ચેક રિટર્નના અન્ય એક કેસમાં ઉશ્માન નુરભાઇ જુણેજાએ યશરાજ ક્રેડિટ સોસાયટીમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ચડત થઇ જતા ચેક આપ્યો હતો. પરંતુ તે ચેક રિટર્ન થતા એડવોકેટ હરેશ બી.પરસોંડા મારફતે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા અદાલતે લોનધારક ઉશ્માન જુણેજાને દોષિત ઠેરવી એક વર્ષની સજા અને એક મહિનામાં ચેક મુજબની રકમનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. વળતર ચૂકવવાની દરકાર ન કરે તો વધુ છ મહિનાની સજાનો કોર્ટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...