તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના કોઠારિયા મેઇન રોડ, ગુજરાત હાઉસિંગ ક્વાર્ટરમાં રહેતા તારીફ ઉર્ફે મુન્નો આર. આંબળા સામે ચેક રિટર્નનો કેસ ચાલી જતા અદાલતે દોષિત ઠેરવી એક વર્ષની સજા અને એક મહિનામાં ચેક મુજબની રકમ વળતર રૂપે ચૂકવી આપવા હુકમ કર્યો છે. અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ છ મહિનાની સજાનો આદેશ કર્યો છે. આરોપી તારીફે સંબંધના નાતે રામજીભાઇ ભીમજીભાઇ સગપરિયા પાસેથી કટકે કટકે રૂ.4.10 લાખ ઉછીના લીધા હતા.

દરમિયાન રામજીભાઇને બીમારીના ખર્ચને પહોંચી વળવા ઉછીના આપેલા નાણાંની ઉઘરાણી કરી હતી. જેથી આરોપીએ ઉછીના લીધેલા નાણાંની રકમનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાંથી પરત ફર્યો હતો. રામજીભાઇએ એડવોકેટ મહેશ સી.ત્રિવેદી મારફત નોટિસ આપવા છતાં ઉછીના નાણાં ચૂકવવાની દરકાર નહિ કરતા અંતે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને સજા ફટકારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...