પોલીસે એક શખ્સને હથિયાર તેમજ જીવતા કારતૂસ સાથે પકડી પાડયો છે. બાલાજી હોલ નજીક સાગર ચોક તરફ જવાના રસ્તે એક શખ્સ નેફામાં હથિયાર રાખી કોઇ ગુનાને અંજામમાં આપવાની તાલુકા પોલીસને ગત મોડી રાતે માહિતી મળી હતી જે માહિતીના આધારે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.જી.ગોહિલ સહિતનો કાફલો બાતમીના સ્થળે દોડી ગયા હતા. માહિતી મુજબના શખ્સને પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતા તે જામનગર રોડ, મનહરપુર-1માં રહેતો ભરત ઉર્ફે કેતન હરેશ બાહુકિયા હોવાનું જણાવ્યું હતુ.
જ્યારે તેની તલાસી લેતા નેફામાંથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. તેમજ તેના પેન્ટના ખિસ્સામાંથી ચાર જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે હથિયાર, કારતૂસ કબજે કરી પોલીસ મથક લઇ જવાયો હતો. જ્યા તેની પૂછપરછ કરતા તે 2019ના વર્ષમા હત્યાના ગુનામાં પકડાયો હતો. જેલહવાલે થયા બાદ જામીન મેળવી બહાર આવ્યો છે. દરમિયાન ઉપરોક્ત હત્યાના બનાવની માથાકૂટ ચાલે છે. જેને કારણે જેલમાં સાથે રહેલો અન્ય એક આરોપી બહાર આવ્યા બાદ તેની પાસેથી હથિયાર તેમજ કારતૂસ લીધા હોવાનું રટણ રટ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.