તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:દારુ ભરેલી ગાડી પકડવા ગયેલ ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કરનાર આરોપી રમેશ ગરૈયા ઝડપાયો

રાજકોટ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ - Divya Bhaskar
ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ
 • આરોપી રમેશે 60 કિ.મી સુધી ગાડી દોડાવી ત્યાં સુધી કોન્સ્ટેબલ પાછળ પાઈપ પકડીને ઝઝૂમતા રહ્યાં
 • પોલીસને ગાડીમાંથી મળેલા કાગળોને આધારે રમેશનું નામ ખુલ્યું હતું

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે 11 ઓક્ટોબરે ક્રાઈમ બ્રાંચની ટુકડીએ રાજકોટમાં આજી ડેમ ચોકડી નજીક દારુ ભરેલી એક બોલેરો ગાડીને ઘેરી લીધી હતી. આ દરમિયાન બોલેરો ગાડીના ડ્રાઈવરે ગાડીને પુરઝડપે રીવર્સમાં લઈને પાછળની સાઈડ પર ઉભેલા કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકાને ગાડીની વચ્ચે દબાવી દઈ મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં આરોપી રમેશ રાણાભાઇ ગરૈયાને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કોન્સ્ટેબલે છલાંગ મારીને પોતાનો જીવ બચાવ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે રમેશ ગરૈયાએ પોતાની ગાડીને ક્રાઈમ બ્રાંચની ટુકડીએ ઘેરી લીધી હોવાથી ત્યાંથી ભાગી જવાના પ્રયાસ દરમિયાન પોતાની ગાડી પાછળ ઉભેલા ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકાને પોતાની ગાડી અને પાછળ પડેલી પોલીસની ગાડી વચ્ચે દબાવી દઈને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્નેહ ભાદરકાએ આ દરમિયાન છલાંગ મારીને બોલેરોના ઠાઠામાં ચડી જઈ પોતાનો જીવ બચાવી લીધો હતો. ત્યાર બાદ રમેશે પોતાની ગાડી પુરપાટ ઝડપે રોડ પર સર્પાકાર 60 કિ.મી સુધી દોડાવી મુકી હતી. ત્યારે પાછળ ઠાઠામાં ઉભેલા કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકાને આમતેમ ભટકાતાં નાકમાં ઈજા થઈ હતી. સતત ગાડી ઉભી રાખવાનું કહેવા છતાં ચાલકે ગાડી ભગાવી મુકી હતી અને છેલ્લે ઝાડમાં અથડાતાં ગાડી મુકી ભાગી ગયો હતો. આ ગુનામાં આરોપી રમેશ રાણાભાઇ ગરૈયા (ઉ.47-રહે. દરેડ તા. બાબરા)ને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે.

ગાડીમાંથી મળેલા કાગળોને આધારે રમેશનું નામ ખુલ્યું
આરોપી રમેશ દારૂ-બીયર ભરેલી ગાડી ફિલ્મી ઢબે સાઇઠેક કિ.મી. સુધી અલગ અલગ દસ ગામોમાં થઇ ભગાવી ગયો હતો. તેમાં છેક સુધી કોન્સ. સ્નેહ ભાદરકાર જીવના જોખમે આમ તેમ ફંગોળાતા રહ્યા હતાં અને નાકમાં ઇજા થઇ હતી. છેલ્લે ગાડી ઝાડમાં અથડાતાં રમેશ ભાગી ગયો હતો. ગાડીમાંથી મળેલા કાગળોને આધારે રમેશનું નામ ખુલ્યું હતું. આ શખ્સને ઝડપી લઇ વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.આરોપી એક હાસ્યાસ્પદ કારણ પણ આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું કે કાનમાં સંભળાતું ન હોવાથી ખબર ન પડી કે કોન્સ્ટેબલ કાર માં લટકાવેલા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો