તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો નિર્ણય:જેતલસરની સગીરાની હત્યા કરનાર આરોપીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ

જેતલસર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ પોલીસે 5 દિવસના રિમાન્ડ માગ્યા’તા જે પૂર્ણ થતા વધુ રિમાન્ડ માટે જેતપુર કોર્ટમાં રજૂ કર્યો

જેતલસરની સગીરાની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીને આજે વધુ રિમાન્ડની માગણી માટે પોલીસે જેતપુરની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું. જેતલસર ગામની સગીરાના હત્યા કેસના રાજ્યવ્યાપી પડઘા પડ્યા છે. સંપૂર્ણ સૌરાષ્ટ્ર રાજ્યમાં સગીરાની હત્યા હત્યાનું દુઃખ વ્યક્ત કરીને વખોડવામાં આવે છે.

ધરારપ્રેમી દીવાલ ઠેકી ઘરમાં પ્રવેશ્યો
સગીરાની ઘરે પહોંચેલા જયેશે મકાનનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ પ્રતિસાદ ન મળતા મકાનની દીવાલ ઠેકી ઘરમાં પ્રવેશે છે. માતા પિતાની ગેરહાજરીમાં ઘરે ટીવી જોતા ભાઈ બહેન કંઈ વિચારે તે પહેલાં જ આડેધડ છરીના ઘા ઝીંકવા માંડ્યો હતો.

બહેને ભાઈને બચાવી પોતાનો જીવ દીધો
લોહીથી લથબથ ભાઈને સગીરાએ ધક્કો મારી ઘર બહાર ધકેલી દીધો હતો. બુમાબુમ થતા આજુબાજુના લોકો એકઠા થઈને મકાન તરફ દોડ્યા હતા. પણ ત્યાં સુધીમાં આરોપી જ્યેશે સગીરાને પણ છરીના અનેક ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

અગાઉના રિમાન્ડ પૂર્ણ, પોલીસે કોર્ટમાં રજૂ કર્યો
જેતલસરની સગીરાના હત્યા કેસમાં સંડોવાયેલા જયેશ ગીરધર સરવૈયાના અગાઉ પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે આજે તારીખ 24 ના રોજ પૂર્ણ થતાં વધુ રિમાન્ડ માટે તપાસનીશ પોલીસે જયેશને જેતપુરની કોર્ટમાં રજૂ કર્યો હતો.જેમાં કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો