કાર્યવાહી:રાજકોટમાં રોન્ગ સાઈડમાં હોન્ડા ચલાવી અકસ્માત સર્જનારની ધરપકડ, આઇ-વે પ્રોજેક્ટ અંતર્ગત CCTV ફૂટેજ તપાસતા આરોપી ઝડપાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીની ફાઈલ તસવીર
  • પોલીસે આરોપીની પુછપરછ કરતા ખોટી નંબર પ્લેટ ધારણ કરેલ હોવાની કબૂલાત આપી

રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ કે ડી ચોક નજીક રોન્ગ સાઈડમાં પુરપાટ ઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જી સામે આવતા વાહન ચાલકને ઇજા પહોંચાડી નાસી છૂટવાના ગુનામાં પોલીસે આરોપી રાહુલ શિયાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી રાહુલ શિયાળની ધરપકડ કરી
પ્રાપ્ત વિગત મુજબ ગત તારીખ 18 ઓક્ટોબરના રોજ રાજકોટના સંતકબીર રોડ પર કે.ડી.ચોક નજીક એક અજાણ્યા હોન્ડા પેસન મોટરસાઈકલ નંબર GJ-03-KM-6796 ચાલકે રોંગ સાઈડમા પુરઝડપે ચલાવી અન્ય મોટર સાઇકલના ચાલકને ઠોકર મારી ડાબા હાથની આંગળીમા તથા શરીરે મુંઢ ઇજા પહોંચાડી ત્યાથી નાસી ગયેલ હોય જે અંગે બી ડિવિઝન પોલીસે આઇપીસી કલમ-465,4,71,2,79,337 તથા એમ.વી.એક્ટ 184,134,177 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પોલીસે આજે આરોપી રાહુલ શિયાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક્સીડન્ટનો ગુન્હો અનડીટેકટ
એક્સીડન્ટનો ગુન્હો અનડીટેકટ હોય તેથી પોલીસે બનાવવાની જગ્યાની આસપાસના વિસ્તારના સી.સી.ટીવી ફૂટેજ તેમજ આઇ-વે પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન વાહનના નંબર GJ-03-KM 6796 મોટર સાઇકલ તથા આરોપી રાહુલ શિયાળ મળી આવતા અટકાયત કરી તેમના મોટર સાયકલ નંબર તથા એન્જીનનંબર અને ચેસીસ નંબર મેચ થતા ન હોય અને તેના સાચા મોટર સાયકલ નંબર GJ-03-KM-5796 હોવાથી આરોપીની પુછપરછ કરતા ખોટી નંબર પ્લેટ ધારણ કરેલ હોવાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...