કોર્ટનો આદેશ:રાજકોટમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, રૂ. 2.25 લાખ ઉછીના આપ્યા હતા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક મહિનામાં વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં નુરાની ચોકમાં રહેતા અનિશ ઉમર સુમરા સામે ચેક રિટર્નનો કેસ ચાલી જતા અદાલત દ્વારા દોષિત ઠેરવી એક વર્ષની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ચેક મુજબની રકમ વળતરરૂપે એક મહિનામાં ચૂકવવા અન્યથા વધુ એક મહિનાની સજાનો આદેશ કર્યો છે.

આરોપી અનિશ જયેન્દ્રભાઇ વલ્લભભાઇ જાવિયાનો મિત્ર હોય તે અવારનવાર જયેન્દ્રભાઇની દુકાને આવતો જતો રહેતો હતો. ત્યારે આરોપીને રૂ.2.25 લાખની જરૂર પડતા જયેન્દ્રભાઇ પાસેથી ઉછીના લીધા હતા. જેની સામે આરોપી અનિશે ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક વસૂલવા બેંકમાં નાંખતા તે વસૂલાયા વગર પરત ફરતા જયેન્દ્રભાઇએ એડવોકેટ રીપન ગોકાણી મારફત કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદપક્ષે નિ:શંકપણે આરોપીએ આપેલો ચેક રિટર્ન થયો હોવાનું સાબિત કરી બતાવ્યું હતું. જેને અદાલતે ધ્યાને લઇ આરોપીને દોષિત ઠેરવી સજા ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...