જામીન નામંજૂર:ગર્ભપરીક્ષણ, ગર્ભપાત કેસમાં આરોપીઓના જામીન રદ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ તેમજ ગર્ભપાત કરવાના ગુનામાં પકડાયેલા બીના ઉર્ફે મીરા ભાવેશ પરમાર અને નયન માધા ગિરનારીએ જામીન પર છૂટવા બીજી વખત કરેલી અરજીને અદાલતે ફગાવી દઇ નામંજૂર કરી છે.

ચોક્કસ માહિતીના આધારે પોલીસે ગત માર્ચ મહિનામાં ડમી ગ્રાહક મોકલી ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત જેવું ગંભીર કૃત્ય આચરતા બીના ઉર્ફે મીરા અને નયનને રંગે હાથ ઝડપી લીધા હતા. બંનેની ધરપકડ બાદ જેલહવાલે થયેલા બંને આરોપીએ અગાઉ પણ જામીન અરજી કરી હતી. જે નામંજૂર થયા બાદ વધુ એક વખત જામીન અરજી કરતા ફરિયાદપક્ષે રોકાયેલા એડવોકેટ જયેન્દ્ર એચ.ગોંડલિયા અને એપીપી અનિલ ગોગિયાએ ડોક્ટર ન હોવા છતાં ગર્ભવતી મહિલાના ગર્ભપરીક્ષણ કરી ગર્ભમાં રહેલા ભ્રૂણની જાતિ તપાસ કરી તેનું ગર્ભપાત કરવાનું ગેરકાયદેસર કૃત્યથી સમાજમાં અતિ ગંભીર અસર થતી હોય આરોપીઓને જામીન પર ન છોડવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ એડિ.સેશન્સ જજ એ.વી.હિરપરાએ બંને આરોપીની બીજી વખતની જામીન અરજીને રદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...