ક્રાઇમ:રાજકોટમાં કરોડોના કૌભાંડ કરી આરોપી ભૂખી ગામમાં ગયો, આશરો દેવાના બહાને પૂર્વ સરપંચ અને ભત્રીજાએ મિલકતો અને બે ઓફિસ પડાવી લીધી

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આશરો આપનાર ચાચા-ભતીજાની પુછપરછમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું - Divya Bhaskar
આશરો આપનાર ચાચા-ભતીજાની પુછપરછમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું
  • સમય ટ્રેડિંગ અને આશિષ ક્રેડિટ કો. ઓપ. સોસાયટીના કલેકશન મેનેજર દિપક કોટડીયા ફરાર થયો હતો
  • આશરો આપનાર ચાચા-ભતીજાની પુછપરછમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું
  • યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

શહેરના 150 ફુટ રીંગ રોડ પર સમય ટ્રેડિંગ અને આશિષ ક્રેડિટ કો. ઓપ. સોસાયટીના આશરે અડધા કરોડના કૌભાડમાં સંડોવાયેલા કલેકશન મેનેજર દિપક કોટડીયાની યુનિવર્સીટી પોલીસે અમદાવાદથી તેની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ ઉપર પુછપરછમાં તે ફરાર હતો ત્યારે તેને આશરો આપી મદદગારી કરનાર પૂર્વ સરપંચ અને તેના ભત્રીજાની પણ યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. પૂર્વ સરપંચ અને તેના ભત્રીજાએ દીપકને આશરો આપી મદદ કરવાના બદલામાં તેની મિલકતો, ફલેટ, બે ઓફિસ, એક ફોરવ્હીલ ગાડી પડાવી લીધાની વિગતો તપાસમાં ખુલી છે.

આશરો આપવાના ગુનામાં ધરપકડ કરી
યુનિવર્સિટી પોલીસે મવડી પોલીસ હેડકવાર્ટર સામે સાકેત એપાર્ટમેન્ટ ફલેટ નં.એ-801માં રહેતાં વિનોદ ઉર્ફ વિનુ પરષોત્તમભાઇ બેરા અને નાના મવા રોડ પર તુલસીપત્ર એપાર્ટમેન્ટ બી-301 માં રહેતાં તેના ભત્રીજા મનિષ ચિમનભાઇ બેરાની ઠગાઇના ગુનાના આરોપી દિપક કોટડીયાને તે ભાગતો હતો ત્યારે આશરો આપવાના ગુનામાં ધરપકડ કરી છે.

તારી મિલકતો અમારો નામે ટ્રાન્સફર કરી દે
થોડા દિવસ પહેલા ફરાર દિપકને પોલીસે અમદાવાદથી ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરતાં 11 તારીખ સુધીના રિમાન્ડ મંજુર થયા હતાં. પીઆઇ એ. એસ. ચાવડા અને પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમે વિશેષ પુછતાછ શરૂ કરતાં દિપકે કબુલાત આપી હતી કે પોતે ફરાર હતો ત્યારે આરોપી મનિષ અને તેના કાકા વિનોદ ઉર્ફ વિનુ બેરાએ તેને કાલાવડ રોડ પર એક વીલામાં અને ભુખી ગામમાં આશરો આપ્યો હતો. આ ઉપરાંત આ કાકા-ભત્રીજાએ આશરો આપ્યો ત્યારે એમ કહી દિપકને ડરાવ્યો હતો કે તારી તમામ મિલકતો હવે પોલીસ જપ્તીમાં લઇ લેશે, સરકારમાં જમા થઇ જશે. આમ ન થવા દેવું હોય તો તારી મિલકતો અમારો નામે ટ્રાન્સફર કરી દે. કેસ પુરો થયે ફરીથી પોતે તેના નામે આ મિલકતો કરી દેશે તેમ કહ્યું હતું.

કાકા-ભત્રીજાની આ ગોલમાલ દિપકની પુછતાછમાં સામે આવી
આથી દિપક કોટડીયાએ તેનો ફલેટ, બે ઓફિસ, એક કાર સહિતની એકાદ કરોડની મિલ્કત મનિષ અને તેના કાકા વિનોદભાઇના સગાના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આરોપીઓનો ઇરાદો દિપક કોટડીયાની આ મિલકતો હડપ કરી જવાનો હતો. દિપકના પત્નિ હયાત નથી અને તેને સંતાન પણ નથી. કાકા-ભત્રીજાની આ ગોલમાલ દિપકની પુછતાછમાં સામે આવતાં ઉપરી અધિકારીને જાણ કરી યુનિવર્સિટી પોલીસે બંનેની ધરપકડ કરી છે. તેમજ દિપક કોટડીયાને લખાવી લેવાયેલી મિલ્કતો પરત તેને અપાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ વિનુ ઉર્ફ વિનોદ બેરા અગાઉ ભુખી ગામમાં સરપંચ પદે રહી ચુકેલ છે