કબૂલાત:મારી પત્ની સાથેના આડાસંબંધનો અંત નહીં લાવતા યુવકને પતાવી દીધાની આરોપીની કબૂલાત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરપ્રાંતીય યુવકની હત્યામાં સંડોવાયેલા અન્ય બે સગીર પણ પકડાયા, આરોપી ત્રણ દી’ના રિમાન્ડ પર

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ બુધવારે રાત્રે યુવકની હત્યામાં પોલીસે કૌટુંબિક માસા અને બે સગીર સહિત ત્રણને ઝડપી લીધા હતા. યુવકને માસી સાથે આડાસંબંધ હોય તેની હત્યા કર્યાની આરોપીએ કબૂલાત આપી હતી. પોલીસે મુખ્ય સૂત્રધારને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો.

મવડીમાં રહેતા ઉત્તરપ્રદેશના બલરામપુરના નિર્મોહી ઉર્ફે ભભૂતી રામતીરથ ચૌહાણ (ઉ.વ.24)ની બુધવારે રાત્રે હત્યા કરી હતી. તાલુકા પોલીસ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો અને આરોપી ઉત્તરપ્રદેશના બલરામપુર ભરહાપારા શિવપુરાના અને હાલમાં અટિકા ફાટક પાસે રહેતા શિવપુરનંદન ઉર્ફે કમલેશ પ્રહલાદ ચૌહાણ (ઉ.વ.24) અને તેને હત્યામાં મદદગારી કરનાર બે સગીરને પોલીસે ઝડપી લીધા હતા.

આરોપી શિવપુરનંદન ઉર્ફે કમલેશે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, તેની પત્ની નિર્મોહી ઉર્ફે ભભૂતીની કૌટુંબિક માસી થાય છે, નિર્મોહીને તેના માસી સાથે આડાસંબંધ હતા, વર્ષ પૂર્વે જાણ થતાં નિર્મોહીને ધમકાવ્યો હતો અને સંબંધ તોડી નાખવા કહ્યું હતું પરંતુ તે અટક્યો નહોતો, બે મહિના પહેલા નિર્મોહીના લગ્ન થયા હતા છતાં તેણે માસી સાથે આડાસંબંધ ચાલુ રાખ્યા હતા.

​​​​​​ઘટનાના દિવસે તેને બોલાવી માસી સાથેના આડાસંબંધનો અંત લાવવા કહ્યું હતું, પરંતુ તેણે સંબંધ રાખશે જ તેમ કહેતા તેને પતાવી દીધો હતો. પોલીસે છરી અને આરોપીના લોહીવાળા કપડાં કબજે કરી આરોપીને મંગળવાર સુધી રિમાન્ડ પર લઇ તપાસ આગળ ધપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...