તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનાના દાગીના લૂંટ કેસ:રાજકોટના જ્વેલર્સમાં થયેલી 85 લાખની લૂંટમાં વધુ 2 આરોપીની ધરપકડ, લૂંટમાં વપરાયેલા હથિયાર સાથે વધુ 13 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ2 મહિનો પહેલા
વધુ બે આરોપી ઝડપાયા.
  • આરોપી સતિષ જાટ સામે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં 14 ગુના નોંધાયા છે, 5 ગુનામાં વોન્ટેડ જાહેર
  • 4 લૂંટારુને હરિયાણાથી ઝડપી લીધા બાદ 1 ટીમને ત્યાં જ રાખી’ને સૂત્રધારની શોધખોળ ચાલુ રાખી’તી
  • લૂંટના મુખ્ય સૂત્રધારે લૂંટ કરેલા સોનાના દાગીના સાગરીતને વેચવા માટે આપ્યા હતા

શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ચંપકનગરમાં શિવ જ્વેલર્સમાં તા.26 એપ્રિલના થયેલી રૂ.85.50 લાખની લૂંટનો પોલીસે ભેદ ઉકેલી નાખી અગાઉ ચાર લૂંટારુને 62.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. લૂંટનો સૂત્રધાર અને તેના સાગરીતને આગ્રામાંથી પોલીસે ઝડપી લઇ રૂ.13.75 લાખના દાગીના અને તમંચા સાથે ઝડપી લઇ બંનેને રાજકોટ લઇ આવવામાં આવ્યા હતા. શિવ જ્વેલર્સના માલિક મોહનભાઇને બંધક બનાવી લૂંટારુઓ રૂ.85.50 લાખના દાગીના લૂંટી ગયા હતા.

લૂંટનો ભેદ ઉકેલવા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટુકડીઓ હરિયાણા દોડી ગઇ હતી અને હરિયાણાના પલવલમાંથી અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ સિકરવાર (ઉ.વ.23), શુભમ સોવરનસીંગ કુંતર (ઉ.વ.19), સુરેન્દ્ર હમીરસીંગ જાટ (ઉ.વ.20) તથા બિકેશ કુમ્હેરસીંગ પરમાર (ઉ.વ.20) ને ઝડપી લઇ લૂંટારુઓ પાસેથી કુલ રૂ.62,37,841ના દાગીના કબજે કર્યા હતા. લૂંટનો સૂત્રધાર મધ્યપ્રદેશના મોરેનાનો સતિષ સોવરનસીંગ ઠાકુર પોલીસને હાથ આવ્યો નહોતો. લૂંટારુ ગેંગના સૂત્રધારને પકડવા માટે રાજકોટ પોલીસની એક ટીમને હરિયાણા પંથકમાં મોકલી દેવામાં આવી હતી અને અંતે રાજકોટ પોલીસને વધુ એક મહત્ત્વની સફળતા મળી હતી.

સતિષે લૂંટના 400 ગ્રામ સોના-ચાંદીના દાગીના વેચવા માટે પોતાની પાસે રાખ્યા હતા અને તે દાગીના તેણે આગ્રાના જગનેર ગામના ભંગારના વેપારી ઇસુવ ઉર્ફે ટલ્લે યુસુફ શરીફ કુરેશીને (ઉ.વ.28) આપ્યા હતા. સતિષ સિકરવાર દાગીના વેચાયા કે કેમ તે જાણવા માટે ઇસુવના ગામ ગયો છે તેવી માહિતી મળતાં જ રાજકોટ પોલીસની ટીમે જગનેર ગામમાં દરોડો પાડી સતિષ અને ઇસુવને ઝડપી લીધા હતા અને રૂ.12.87 લાખના સોનાના અને રૂ.78500ના ચાંદીના દાગીના કબજે કર્યા હતા તેમજ સતિષ પાસેથી રૂ.10 હજારની કિંમતનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીને રાજકોટ લઇ આવી હતી અને બંનેને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

બંને આરોપી આગ્રાના જગનેરથી પકડાયા
પકડાયેલા આરોપીની પૂછપરછ પરથી મળેલી લીડના આધારે આગમચેતીના ભાગરૂપે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસની ટીમને તપાસ અર્થે રવાના કરવામાં આવી હતી. ફરાર આરોપીઓ આગ્રાના જગનેર ખાતે હોવાની ચોક્કસ બાતમી આધારે ટીમને આગ્રા ખાતે મોકલી અને સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા પોલીસ દ્વારા સ્થાનિક વેશ ધારણ કરી આરોપીની શોધખોળ ચાલુ કરી વોચમા હતા તે દરમિયાન આરોપી જોવામા આવતા પકડી પાડવામાં આવ્યા હતા.

બંને આરોપી પાસેથી 13 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો.
બંને આરોપી પાસેથી 13 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો.

ભાગમાં આવેલો મુદ્દામાલ સ્થાનિક વેપારીને વેચવા આપ્યો હતો
બાદમાં આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ભાગમા આવેલો મુદ્દામાલ જગનેર ગામના ઇસવ નામના વેપારીને વેંચવા માટે આપ્યો છે. જેથી આ ટીમ સાથે રાખી વેપારીના ઘરે જઇ સતિષે આપેલો મુદ્દામાલ તેની પાસેથી કઢાવી સતિષ અને ઇસવ ઉર્ફે યુસુફને પકડી પાડી મુદ્દામાલ ફરિયાદીનો જ છે કે કેમ તે નક્કી કરવા અને વધારે પૂછપરછ માટે રાજકોટ લાવેલ છે. જેના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અગાઉ 4 આરોપીની ધરપકડ કરાઇ હતી.
અગાઉ 4 આરોપીની ધરપકડ કરાઇ હતી.

લૂંટનો પ્લાન અવિનાશ અને સતીષ સાથે મળી કરતા
આ ટોળકી દ્વારા કરવામા આવતી લૂંટનો પ્લાન અવિનાશ ઉર્ફે ફૌજી અને સતીષ સાથે મળીને કરતા હતા. રેકી કર્યા બાદ લૂંટ કંઇ જગ્યાએ કરવી, કેવી રીતે કરવી, કોણે-કોણે લૂંટ કરવા અંદર જવું અને કોણે બહાર કંઇ જગ્યાએ ઉભા રહવું અને કોણ હથિયાર રાખશે વગેરે આયોજન અવિનાશ અને સતિષ કરતા હતા. જોકે શિવ જ્વેલર્સમાં થયેલી લૂંટમાં અવિનાશ ઉર્ફે ફૌજીને હાથમાં ગોળી લાગેલી હોવાથી તે લૂંટ કરવા જ્વેલર્સની અંદર જઇ શકે તેમ ન હતો. જેથી શુભમ દ્વારા દબાણ કરાતા સતિષને લૂંટ કરવા જવું પડ્યું હતું.

સતિષ ઇજાગ્રસ્ત હોવાથી ફૌજીને શો-રૂમમાં લૂંટ કરવા જવું પડ્યું’તું
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂત્રધાર સતિષ સિકરવાર અને અવિનાશ ઉર્ફે ફૌજી હતા, બંને શખ્સ લૂંટ કરવા ક્યાં જવાનું છે, તેમજ લૂંટનું સ્થળ નક્કી કર્યા બાદ લૂંટ કરવા કોણ જશે અને રેકી કોણ કરશે, બહાર કોણ ઊભું રહેશે તે નક્કી કરતા હતા. સતિષ લૂંટ કરવા જતો નહીં ટાર્ગેટ કરાયેલા સ્થળથી થોડે દૂર કારમાં બેઠો રહેતો, પરંતુ રાજકોટની લૂંટમાં સતિષ લૂંટ કરવા ગયો હતો, અવિનાશ ઉર્ફે ફૌજીને અકસ્માતમાં ઇજા થઇ હોવાથી તે લૂંટ કરવા જઇ શકે તેમ નહીં હોવાથી સતિષ ગયો હતો.

મુરૈના ચંબલ ઘાટીનો કુખ્યાત વિસ્તાર
સૂત્રધાર સતિષ સોવરનસીંગ મધ્યપ્રદેશના મુરૈના ગામનો વતની છે, સૂત્રોએ જણાવ્યું હતું કે, મુરૈના તથા ભીંડ બંને જિલ્લાના વિસ્તારો ડાકુ, લૂંટારાનો ચંબલનો કુખ્યાત વિસ્તાર છે, અને આ બંને જિલ્લામાં હથિયારો ચણા મમરાની જેમ વેચાય છે. રાજકોટની લૂંટમાં સતિષ જ હથિયાર લઇને આવ્યો હતો.

14 ગુનામાંથી 6 ગુનામાં તો વોન્ટેડ
સતિષ તેના સાગરીતો સાથે મળી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં લૂંટો ચલાવી હતી. તેની સામે 14 ગુના નોંધાયા તેમાંથી 6માં વોન્ટેડ હતો. સતિષને મધ્યપ્રદેશ પોલીસ પણ શોધતી હતી અને તેના પર ઇનામ પણ જાહેર કર્યું હતું. રાજકોટ પોલીસના રિમાન્ડ બાદ મધ્યપ્રદેશ પોલીસ તેનો કબજો મેળવશે.