તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં હત્યા:રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે માથામાં પથ્થર મારી આધેડને પતાવી દીધો, આરોપીની ધરપકડ

રાજકોટ18 દિવસ પહેલા
માથામાં પથ્થર મારી હત્યા કરી

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર કરપીણ હત્યાનો બનાવ બન્યો છે. રિંગ રોડ પર ગોવર્ધન ચોક નજીક પથ્થર મારી આધેડને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટનાની જાણ થતા જ માલવિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો છે.
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ રાતે ગોવર્ધન ચોક નજીક ખોડિયાર નગરમાં રહેતા દિનેશભાઇ પોપટભાઈ ખાંટ(ઉ.વ. 55) નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. મૂળ કોટડા સાંગાણીના મેંગની અને હાલમાં ખોડિયારનગરમાં મૃતક રહેતો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે મૃતકના મિત્રએ જ પથ્થર મારી આધેડનું ઢીમ ઢાળ દીધું છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે જઈ આરોપીની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીએ માથામાં પથ્થર મારી હત્યા કરી
આરોપીએ માથામાં પથ્થર મારી હત્યા કરી