તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બોગસ લાઇસન્સ કૌભાંડમાં 1 વર્ષથી ફરાર આરોપી પકડાયો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરડુસર ગામે રહેતા શખ્સનું કારસ્તાન

વાહનોના ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે લાયક ન હોય તેવા લોકોને બોગસ દસ્તાવેજોના આધારે લાઇસન્સ કાઢી આપવાના કૌભાંડનો બે વર્ષ પહેલા પર્દાફાશ કર્યો હતો. જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓના તપાસમાં જેમ જેમ નામ ખૂલતા ગયા તેમ પોલીસે આરોપીઓને ઝડપી લઇ ધરપકડ કરી છે. પોલીસે આ કૌભાંડમાં અત્યાર સુધી કુલ 39 આરોપીને પકડી પાડ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં વાંકાનેરના વરડુસર ગામે રહેતા ગોપાલ સિંધાભાઇ લાકમા નામના શખ્સે પણ પોતે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાની લાયકાત ધરાવતો ન હોવાથી તેને એજન્ટ મારફત બોગસ દસ્તાવેજથી લાઇસન્સ કઢાવ્યાનું ખુલ્યું હતું.

નામ ખુલ્યા બાદ આરોપી હાથ લાગતો ન હતો. દરમિયાન આરોપી તેના ગામ આવ્યો હોવાની પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી માહિતીના આધારે તુરંત વરડુસર દોડી જઇ આરોપીને ઝડપી લીધો હતો અને કૌભાંડની તપાસ ચલાવી રહેલી ક્રાઇમ બ્રાંચની ટીમને સોંપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો