તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસૂલાત શરૂ:વેટ અને GST ન ભરનારના ખાતાં ટાંચમાં લેવાયાં,  પહેલા નોટિસ આપી, જવાબ નહીં આપનાર સામે કાર્યવાહી શરૂ કરાઈ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાકી વસૂલાત પૂરી કરવા માટે કર્મચારીઓએ પરસેવો પાડવાનું શરૂ કર્યું

કોરોનાની બીજી લહેર પૂરી થતાની સાથે જ વેટ અને જીએસટીની જૂની વસૂલાત શરૂ કરવામાં આવી છે. જે એકમોએ વર્ષો જૂનો બાકી ટેકસ નથી ભર્યો તેમને પહેલા નોટિસ આપવામાં આવી હતી અને તેનો જવાબ આપવા જણાવ્યું હતુ. જેમણે જવાબ નથી આપ્યો તેમની પાસેથી કડક વસૂલાત શરૂ કરવામાં આવી છે અને કેટલાક કિસ્સામાં બેન્ક ખાતા પણ ટાંચમાં લેવાયા છે. સેલ્સટેકસ, વેટ અને જીએસટી એમ કુલ ત્રણ વસૂલાત બાકી છે. વેટ અને સેલ્સટેકસની વર્ષો જુની વસૂલાત સમયસર પૂરી થઈ જાય તે માટે હાલ દરેક કર્મચારીઓ પરસેવો પાડી રહ્યા છે.

રાજકોટ ડિવિઝન 10 અને ડિવિઝન 11 એમ બન્ને ડિવિઝન હેઠળ આવતા શહેરોમાં વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી, જૂનાગઢ,જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીધામનો સમાવેશ થાય છે. જેમાં જુની વસુલાત બાકી છે એમાં કેટલાક એકમો હાલમાં બંધ હાલતમાં છે અને કેટલાક એકમોના માલિક હયાત પણ નથી. આવા કિસ્સામાં તેમના વારસદારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે કેસમાં માલિકો કે તેમના વારસદાર નથી અને મિલ્કત પણ નથી તેવા કિસ્સામાં વસુલાત કરવો એ એક મોટો પડકાર છે. વસુલાત ઉપરાંત વેટના જુના એસેસમેન્ટ પણ પુરા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આમ, એસેસમેન્ટ અને વસુલાત બન્નેની કામગિરી શરૂ કરાઈ હોય કચેરીમાં કામનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તેમજ વસુલાત સંદર્ભે આડેધડ નોટીસ પાઠવવામાં આવી હોવાની કરદાતાઓમાં ફરિયાદ છે. જેને લઇને કચવાટ પણ જોવા મળી રહ્યો છે. વેટ અને જીએસટી તંત્રે પોતાનો ટાર્ગેટ પુરા કરવા નોટિસ આપવામાં ક્યાંક કાચુ કાપ્યું હોવાની પણ ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...