ભાસ્કર એક્સક્લુઝિવ:NEP મુજબ 30 વિદ્યાર્થીએ 1 પ્રોફેસર જરૂરી પણ યુનિવર્સિટીમાં રેશિયો 20:10નો !

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નવી ભરતી કરાય તો વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનો પડકાર

યુનિવર્સિટીમાં નવા સત્રથી NEP (નેશનલ એજ્યુકેશન પોલિસી) લાગુ થવાની છે ત્યારે નવી શિક્ષણનીતિમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને અધ્યાપકોનો રેશિયો 30:1 દર્શાવાયો છે એટલે કે દર 30 વિદ્યાર્થીએ 1 પ્રોફેસર હોવા જોઈએ.

પરંતુ યુનિવર્સિટીમાં હાલ જે પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં અગાઉ જાહેર કરેલી 64 જગ્યા અને પાછળથી વધારાની 16 સહિત કુલ હવે 80 જગ્યા પર કરાર આધારિત પ્રોફેસરોની ભરતી થવાની છે, પરંતુ યુનિવર્સિટીના કેટલાક ભવનોમાં વિદ્યાર્થીની સંખ્યા ખૂબ ઓછી છે.

રેશિયો પ્રમાણે ગણતરી કરવામાં આવે તો ભવનમાં વિદ્યાર્થીઓ કરતા પ્રોફેસરોની સંખ્યા વધુ થઇ જશે. કેટલાક ભવનોમાં એક સેમેસ્ટરમાં વિદ્યાર્થીની સંખ્યા 15 છે તો કેટલાકમાં 20 છે જેની સામે કેટલાક ભવનમાં પ્રોફેસરોની સંખ્યા પણ 10થી વધુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા સત્ર પહેલા તમામ ભવનોમાં પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવા તૈયારી કરી લીધી છે પરંતુ જો હવે નવી શિક્ષણનીતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી અને પ્રોફેસરનો રેશિયો ધ્યાનમાં નહીં લે તો વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પ્રોફેસરોની સંખ્યા વધી જશે. અથવા યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી કર્યા બાદ તેના રેશિયો પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા વધારવી પડશે.

આર્ટસ સહિતના ભવનમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે ત્યારે હવે યુનિવર્સિટી માટે પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનો પડકાર છે. નવી શિક્ષણનીતિ પ્રમાણે સાયન્સમાં દર 25 વિદ્યાર્થીએ 1 પ્રોફેસર, આર્ટસમાં દર 30 વિદ્યાર્થીએ 1 પ્રોફેસર અને કોમર્સ, મેનેજમેન્ટ, વોકેશનલ કોર્સમાં દર 30 વિદ્યાર્થીએ 1 પ્રોફેસરનો રેશિયો રાખવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...