સમયસૂચકતા:રેલવેના કર્મચારીની સમયસૂચકતાથી અકસ્માત અટક્યા, 6 દુર્ઘટના ટળી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 71 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે 6951.76 ટન પ્રાણવાયુની સપ્લાય કરાઈ

રાજકોટ રેલવે વિભાગમાં કામ કરતા 6 કર્મચારીની સમયસૂચકતાથી 4 માસમાં મોટા અકસ્માત થતા અટક્યા છે. આ અકસ્માત ચમારજ સ્ટેશન, ભાટિયા- ભોપાલકા, ભક્તિનગર રેલવે સ્ટેશન,દલડી- લુણસરિયા સ્ટેશન,અમરસર- સિંધાવદર અને વની રોડ સ્ટેશન પર મોટા અકસ્માત થતા બચ્યા છે. રાજકોટ રેલવે વિભાગ હેઠળ 71 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી હતી અને આ ટ્રેન મારફતે 6951.76 ટન પ્રાણવાયુની સપ્લાઈ કરાઈ હતી. જે દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ઓક્સિજન સપ્લાય કરાઈ હતી.

જેમાં જાન્યુઆરી માસમાં ચમારજ સ્ટેશન પર જતી માલગાડીના એક વેગનમાં સાધન તૂટેલી હાલતમાં હતું. જો તે દૂર કરવામાં આવ્યું ન હોત તો મોટો અકસ્માત થાત, પરંતુ જયેશ પોઇન્ટસની સમયસૂચકતાને કારણે આ અકસ્માત થતા અટકી ગયો હતો. જ્યારે ખંભાળિયા સ્ટેશન પર ફરજ બજાવતા કાનજીભાઈ ફરજ પર હાજર હતા ત્યારે જોયુ કે, ભાટિયા- ભોપાલકા સ્ટેશન પર રેલ ફ્રેક્ચર થઈ ગયું છે અને તેને ગાડીને અટકાવી દેતા મોટો અકસ્માત થતા અટકી ગયો હતો.

એપ્રિલ માસમાં વિરમગામ સ્ટેશન પર ગેટકીપરની ફરજ નિભાવતા ઉદુ પ્રતાપે માલગાડીના એક વેગનમાં હેગિંગ પાર્ટને જોઈને તેને તુરંત જ સંબંધિત વિભાગને તેની સૂચના આપી હતી અને મોટો અકસ્માત થતા અટકાવ્યો હતો. આમ, ચાર મહિનામાં 6 કર્મચારીની સમયસૂચકતાથી રેલવે વિભાગમાં મોટા અકસ્માત થતા અટકી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...