ગમખ્વાર અકસ્માત:રાજકોટ નજીક માતેલા સાંઢની જેમ પરિવાર પર યુટિલિટી ફરી વળી, 14 વર્ષની બાળકીનું મોત, હૃદયદ્રાવક દ્રશ્યો CCTVમાં કેદ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃક્ષ નીચે બેઠા પરવિરા પર યુટિલિટી ચડી જતા બાળકીનું મોત, 6ને ઇજા.
  • પોલીસે યુટિલિટી ચેક કરતા દારૂની દોઢ બોટલ મળી
  • અકસ્માતમાં 6 લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આર.કે. યુનિવર્સીટીના ગેટ સામે વાહનની રાહ જોઈને બેઠેલા ગઢકાના પરિવાર ઉપર માતેલા સાંઢની જેમ આવતી યુટિલિટી ફરી વળી હતી. આ ઘટનામાં પરિવારની 14 વર્ષની દીકરી કોમલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકના માતા-પિતા, ભાઈ અને યુટિલિટીમાં બેઠેલા 3 લોકોને ઇજા થઇ હતી. આથી તમામને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. આ હૃદયદ્રાવક ઘટના CCTVમાં કેદ થઇ છે. પોલીસે ચેક કરતા યુટિલિટીમાંથી દારૂની દોઢ બોટલ મળી આવતા મધ્યપ્રદેશના શખ્સ સામે અલગથી ગુનો નોંધ્યો હતો.

પહેલા સર્કલમાં પૂરપાટ ઝડપે પસાર થતી યુટિલીટી અને બીજા સર્કલમાં વૃક્ષ નીચે પરિવાર બેઠો હતો.
પહેલા સર્કલમાં પૂરપાટ ઝડપે પસાર થતી યુટિલીટી અને બીજા સર્કલમાં વૃક્ષ નીચે પરિવાર બેઠો હતો.

પરિવાર લગ્નની ખરીદી કરવા માટે રાજકોટ આવતો
રાજકોટના ગઢકા ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ બથવારના કાકાના દિકરા ભાઈના 16 માર્ચના રોજ લગ્ન હોય પત્ની રંજનબેન 3 વર્ષીય પુત્ર દેવાંશુ અને 14 વર્ષીય દીકરી કોમલ સાથે કપડાંની ખરીદી કરવા માટે રાજકોટ આવતા હતા. ત્યારે ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ તેઓ વાહનની રાહ જોઈને આર.કે. યુનિવર્સીટી સામે એક વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે MP-14GC-0965 નંબરની ભાવનગર તરફથી આવતી યુટિલિટીના ચાલકે બથવાર પરિવાર ઉપર યુટિલિટી ચડાવી દીધી હતી. આ ઘટનામાં કોમલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

​​​​​​​ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

આ અકસ્માતમાં પ્રવીણભાઈ, રંજનબેન, દેવાંશુ, યુટિલિટીમાં બેઠેલા ચાલક બળવંતસિંગ રામસીંગ સીસોદીયા, દિપક મોતીલાલ અને સાજીદ મહમદ એમ છને ઇજા થતા તમામને 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

યુટિલિટીમાંથી દારૂની બોટલ મળી આવી.
યુટિલિટીમાંથી દારૂની બોટલ મળી આવી.

યુટિલિટી ચેક કરતા દોઢ બોટલ દારૂ ઝડપાયો
ઘટનાને પગલે આજી ડેમ પોલીસ સ્ટેશનના PSI જી.એન. વાઘેલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અકસ્માતાં બાળકીનું મોત નિપજાવવા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. તેમજ ગાડી ચેક કરતા અંદરથી દારૂની એક આખી બોટલ અને એક અડધી બોટલ મળી આવતા 879 રૂપિયાનો દારૂ અને 4 લાખની યુટિલિટી કબ્જે કરી બળવંતસિંહ રાજપૂત સામે દારૂનો અલગથી ગુનો નોંધ્યો હતો.