રાજકોટ જિલ્લાના ગોંડલમાં કોટડા સાંગાણી રોડ પર બાઈક અકસ્માતમાં એકનું મોત થયું છે. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચીને મૃતક અને ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગોંડલ નજીક પૂલના કામમાં ડાઈવર્ઝન ન દેખાતા બાઈક સવાર પૂલ નીચે ખાડામાં ખાબક્યો હતો અને અકસ્માત થયો હતો.
ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયો
ઘટનાની વિગત અનુસાર ગોંડલના કોટડાસાંગાણી રોડ પર બાઈક અકસ્માત થયો હતો. ગોંડલથી કોટડા સાંગાણી તરફ જઈ રહેલા ડબલ સવારી બાઈક સવારને કોટડા સાંગાણી રોડ પર ચાલતા પૂલના કામમાં ડાઈવર્ઝન ન દેખાતા બાઈક સવાર પૂલ નીચે ખાડામાં ખાબક્યો હતો. આ ઘટનામાં 1નું મોત થયું છે, જ્યારે 1ને ગંભીર ઈજા પહોંચી છે. મૃતક અને ઈજાગ્રસ્તને ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
ગોંડલથી પાંચીયાવદર જતી વખતે અકસ્માત થયો
ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામનો ખેત મજૂર આ અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતક માનસિંગ ડુમીભાઈ (ઉં.વ.50) અને ઈજાગ્રસ્ત મહેશ માનસિંગ (ઉં.વ.28) ગોંડલથી પાંચીયાવદર જઈ રહ્યાં હતા અને ડાયવર્ઝન ન દેખાતા અકસ્માત થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.