તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જેતપુરના અમરનગરમાં લગ્નપ્રસંગથી પરત ફરી રહેલા પરિવારની કાર પલટી મારી જતાં 2ના સ્થળ પર જ મોત, એક ગંભીર

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
 • અન્ય એક ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો

રાજકોટ જિલ્લાના જેતપુરના અમરનગર ગામ પાસે અકસ્માત થયો છે. લગ્ન પ્રસંગથી પરત ફરી રહેલા પરિવારની કાર પલટી મારતા બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો
ઘટનાની વિતગ અનુસાર અમરનગરથી જેતપુર તરફ આવતા ગોઝારો બનાવ બન્યો હતો. આ ગાડી જેતપુરથી અમરનગર લગ્નપ્રંસગમાંથી પરત ફરી હતી. ત્યારે કાર અચાનક પલ્ટી મારી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી.

અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા
અકસ્માત થતાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા

મૃતકના નામ
1. ખુશાલભાઈ સંજયભાઈ ડોબરીયા(ઉં.વ.19), ચણાકા
2. કેવલ હેંમતભાઈ રાદડિયા (ઉં.વ. 20,) ચણાકા

ઈજાગ્રસ્ત
1. પ્રિયત અલ્પેશભાઈ નસીત (ઉં.વ. 17), નવાઝાજરીયા

અકસ્માતમાં 2નાં મોત થયાં
અકસ્માતમાં 2નાં મોત થયાં

પોલીસે અકસ્માતની નોંધ કરી તપાસ શરૂ કરી
અકસ્માતના પગલે પરિવાર સહિતના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને સમગ્ર મામલે અકસ્માતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો