તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બે કાર વચ્ચે અકસ્માત, એક કાર વીજથાંભલા સાથે અથડાતા વિસ્તારમાં અંધારપટ છવાયો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોમવારે રાત્રે પૂરપાટ ઝડપે નીકળેલી બે કાર વચ્ચે અકસ્માત થયો - Divya Bhaskar
સોમવારે રાત્રે પૂરપાટ ઝડપે નીકળેલી બે કાર વચ્ચે અકસ્માત થયો

વિરાણી ચોકથી આગળ ભક્તિનગર રેલવે સ્ટેશન તરફ સોમવારે રાત્રે પૂરપાટ ઝડપે નીકળેલી બે કાર વચ્ચે અકસ્માત થયો હતો, બંને કાર ધડાકાભેર અથડાતા ધડાકાનો અવાજ સાંભળી વિસ્તારના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા, અકસ્માત બાદ એક કાર વીજથાંભલા સાથે અથડાતા થાંભલો નમી ગયો હતો અને એ વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. અકસ્માતમાં કોઇને ઇજા થઇ નહોતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને પીજીવીસીએલનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.

વીજ કર્મચારીઓએ રાત્રે જ કામગીરી શરૂ કરી સવાર સુધીમાં વીજપ્રવાહ ચાલુ કરાવી દીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એક કારમાં રેલવે પોલીસનો કોન્સ્ટેબલ અને બીજી કારમાં એડવોકેટ હતા, જોકે બંનેએ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. રાત્રિ કરફયૂનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસ વિભાગ અનેકવિધ વખત દંડો પણ ઉગામે છે પરંતુ રાજકોટના લોકો પોતાની સુરક્ષાને ધ્યાને ન લેતા બહાર નીકળતા નજરે પડે છે. પરિણામરૂપે વિરાણી ચોક ખાતે અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો