અકસ્માત:રાજકોટમાં અંડરબ્રિજ ચોકમાં સિટી બસ અને એકસેસ વચ્ચે અકસ્માત, 1 યુવતીને ઇજા, ટ્રાફિક જામ સર્જાયો

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત - Divya Bhaskar
સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત
  • ઈજાગ્રસ્ત યુવતીને 108 મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યો
  • પોલીસે સિટી બસના ડ્રાઈવરની ધરપકડ કરી

રાજકોટના મહિલા અંડરબ્રિજ ચોકમાં સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જ્યાં એક યુવતી ઈજાગ્રસ્ત થતાં તેને 108 મારફત હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સિટી બસના ડ્રાઈવ તથા એક્સેસના ચાલક મહિલા વચ્ચે ઝઘડો થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
આમા સિટી બસના ડ્રાઈવરનો જ વાંક છે: એક્સેસ ચાલક દિનાબેન મજીઠીયા
આમા સિટી બસના ડ્રાઈવરનો જ વાંક છે: એક્સેસ ચાલક દિનાબેન મજીઠીયા

આમા સિટી બસના ચાલકનો જ વાંક છે: એક્સેસ ચાલક
આ અંગે એક્સેસ ચાલક મહિલા દિનાબેન મજીઠીયાએ જણાવ્યું હતું કે, હું ચોક પાસેથી પસાર થઇ રહી હતી. એ વખતે પૂરપાટ વેગે પાછળથી સિટી બસ આવી હતી. જેના કારણે હું એક તરફ ફંગોળાઈ હતી અને મારી પાછળ આવનાર વાહનચાલક બીજી તરફ ફંગોળાયા હતા. જેમાં એક દીકરી હતી એ પણ ઈજાગ્રસ્ત થઈ છે. અને હાલ તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આમા સિટી બસના ચાલકનો જ વાંક છે.

પોલીસે સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી
પોલીસે સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

હું દારૂ પીને બસ ચલાવતો ન હતો: ડ્રાઈવર
જ્યારે સિટી બસના ડ્રાઈવરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, હું મારી ગતિ પ્રમાણે જ બસ ચલાવતો હતો. તે બહેનના એક્ટિવ સાથે મારી બસ થોડી ટકરાઈ ગઈ અને તે ફંગોળાઈને પડી ગયા હતા. હું દારૂ પીને બસ ચલાવતો ન હતો. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેથી પોલીસે ત્યાં આવીને ટ્રાફિક ક્લિયર કરાવીને સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી.