ગમખ્વાર અકસ્માત:ગોંડલના દેવચડી શિવરાજગઢ રોડ પર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઈક ચાલક યુવકનું કમકમાટીભર્યું મોત

ગોંડલ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો  - Divya Bhaskar
છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો 
  • આશાસ્પદ યુવાન ખેતીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો
  • મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ગોંડલ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ અકસ્માતોમાં માનવ જિંદગી છાશવારે હોમાઈ રહી હોવાની પોલીસ ચોપડે શાહી હજુ સુકાઇ નથી ત્યાં આજે દેવચડી શિવરાજગઢ રોડ ઉપર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા દેવચડીના બાઈક ચાલક યુવકનું કમકમાટીભર્યું મોત થયું હતું.

દેવચડી શિવરાજગઢ રોડ ઉપર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો
દેવચડી શિવરાજગઢ રોડ ઉપર છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

મૃતદેહને પીએમ માટે ખસેડાયો
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના દેવચડી ગામે રહેતા મૃતક નરેન્દ્ર શંભુભાઈ ઘોણીયા સવારના સુમારે પોતાના બાઈક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી પુરપાટ આવી રહેલ છકડો રીક્ષાએ અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ યુવાનનું મોત નિપજયું હતું. બનાવના પગલે બીટ જમાદાર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

ગામમાં શોકનો માહોલ સર્જાયો
બનાવ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મૃતક નરેન્દ્રભાઈ અપરણિત હતા બે ભાઈઓના પરિવારમાં તે નાના હતા અને ખેતીકામ કરી ઘર ગુજરાન ચલાવવામાં પરિવારને મદદરૂપ થતા હતા. આ અકસ્માતને પગલે નાના એવા દેવચડી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

(હિમાંશુ પુરોહિત,ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...