• Home
  • Local
  • Gujarat
  • Rajkot
  • Accident 6 months ago, during the operation it was found out that pieces of wood had penetrated into the skull

સફળ સર્જરી / 6 મહિના પૂર્વે અકસ્માત થયો, ઓપરેશન વખતે ખબર પડી કે ખોપરીમાં લાકડાંના કટકા ઘૂસેલા હતા

ઓપરેશન કરાવનાર વ્યક્તિ (ઇન્સેટમાં) અને માથામાંથી કાઢેલા લાકડાંના ટુકડા
ઓપરેશન કરાવનાર વ્યક્તિ (ઇન્સેટમાં) અને માથામાંથી કાઢેલા લાકડાંના ટુકડા
X
ઓપરેશન કરાવનાર વ્યક્તિ (ઇન્સેટમાં) અને માથામાંથી કાઢેલા લાકડાંના ટુકડાઓપરેશન કરાવનાર વ્યક્તિ (ઇન્સેટમાં) અને માથામાંથી કાઢેલા લાકડાંના ટુકડા

  • સિવિલમાં સર્જરી કરનાર ડો.અંકુર પાંચાણીએ ભાસ્કર માટે લખ્યું

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:52 AM IST

રાજકોટ. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી દરમિયાન 26 તારીખે આશરે 42 વર્ષની ઉંમર ધરાવતા ભગવાનસિંહ નામના એક વ્યક્તિ માથામાં રસી તેમજ  દુખાવાની ફરિયાદ સાથે આવ્યા હતા. તેમની પાસેથી બધી વિગતો લેતા તેમણે કહ્યું કે, તેઓ ગાંધીધામ, કચ્છના રહેવાસી છે અને 3 જાન્યુઆરીએ તેમનું બાઈક ઝાડ સાથે અથડાયું હતું ત્યારે માથામાં ઈજા થઈ હતી. નજીકના દવાખાને લઈ ગયા ત્યાં ડોક્ટરે ઘા સાફ કરીને ટાંકા લીધા હતા જેના 15 દિવસ પછી રસી થયા અને ત્યારથી માથું દુખે છે. તે તેમની ફાઈલ જોઈ અને દવા જોતા એન્ટિબાયોટિક પર જ રખાયા હતા તેથી સીટી સ્કેન કરવા નિર્ણય કર્યો. સીટી સ્કેનમાં જોવા મળ્યું કે, તેમની ખોપરીનું હાડકું તૂટીને અંદર પડ્યું છે. ક્રોનિક ઓસ્ટિયો મેલિનટાઈટિસ એટલે કે હાડકાનું ઈન્ફેક્શન થયું છે. આ હાડકું તૂટ્યું એટલે જ ઈન્ફેક્શન થયું અને રસી થઈ ગયા હશે તેવી પ્રાથમિક ધારણા હતી આ કિસ્સામાં ઓપરેશન કરવું ફરજિયાત થઈ ગયું હતું એટલે સર્જરીની તારીખ બે દિવસ પછીની નક્કી કરી તેમને બધી સમજણ આપી દીધી હતી.

સર્જરી દરમિયાન જ્યારે ખોપરી જોઈ ત્યારે હાડકું તો મળ્યું પણ તેની નીચે 5 સેમીનું મોટું લાકડું તેમજ નાના નાના કટકા હતા જે મગજ સુધી પહોંચી ગયા હતા. આ બધા કટકાઓ સાવધાની પૂર્વક બહાર કાઢ્યા અને પછી એન્ટિબાયોટિક વગેરેથી બધુ સાફ કર્યું 2 કલાક સુધી સર્જરી ચાલી. જે હાડકાનો કટકો બહાર નીકળ્યો તે માઈક્રોબાયોલોજી વિભાગમાં કલ્ચર માટે મોકલી દીધો છે જેથી ખ્યાલ આવે કે ઈન્ફેક્શન ક્યા પ્રકારના ઓર્ગેનિઝમથી છે અને તે મુજબ એન્ટિબાયોટિક નક્કી કરી શકાય. હજુ તેમની ખોપરી પર પાટા જ છે જ્યારે ઈન્ફેક્શનમાંથી રૂઝ આવશે ત્યારે તૂટેલી ખોપરીમાં જ્યાં હાડકું નથી ત્યાં સીલ કરવા માટે વિચારણા ધરાશે. આશ્ચર્યની વાત એ છે કે, 6 મહિના સુધી તેઓ સતત એન્ટિબાયોટિક ખાતા રહ્યા અને છેલ્લે અહીં આવ્યા જો થોડો સમય આ રીતે કાઢ્યો હોત તો મગજમાં ચેપ ફેલાઈને સેપ્ટિક થઈ જાઈ અને મગજનો તાવ આવીને મૃત્યુ પણ થવાની શક્યતા હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી