કોરોના રાજકોટ LIVE:આજે 0 કેસ, ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશનને વેગ, 94.66 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે રૂબરૂ સંપર્ક, મોબાઇલ વાન અને કેમ્પો કરી વેક્સિનેશન

રાજકોટમાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. કુલ કેસની સંખ્યા 42829 પર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં 42366 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 98.91 ટકા અને પોઝિટિવિટી રેટ 3.01 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં 14,21,247 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિનેશનને વેગ મળ્યો છે અને 94.66 ટકા લોકોએ અત્યાર સુધીમાં પ્રથમ ડોઝ લઇ લીધો છે. આજે બપોર સુધીમાં 0 કેસ નોંધાયો છે.

ગ્રામ્યમાં 772612 લોકોને વિનામૂલ્યે રસીકરણ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇને જિલ્લા વહિવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે રૂબરૂ સંપર્ક, મોબાઇલ વાન તથા જાહેર સ્થળોએ કેમ્પો દ્વારા વધુમાં વધુ લોકોને કોવિડ-19 સામે રસીકરણ વડે સુરક્ષિત કરવા સઘન ઝુંબેશ ચલાવાઇ રહી છે. જેના પરિણામે રાજકોટ જિલ્લામાં 18થી વધુ વય જુથના કુલ 772612 લાભાર્થીઓને વિનામૂલ્યે રસીકરણનો પ્રથમ ડોઝનો લાભ આપી 94.66 ટકા લોકોને કોરોના સામે સુરક્ષા આપવામાં આવી છે.

તાલુકાવાઇઝ વેક્સિનેશનની કામગીરી
જેમાં તા.14-10-2021 સુધીમાં જામકંડોરણા અને જેતપુર તાલુકામાં 18 પ્લસ વયજુથના તમામ નાગરિકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. લોધિકામાં અને પડધરી તાલુકામાં 99 ટકાથી વધુ, ધોરાજીમાં 98.69 ટકા, રાજકોટ ગ્રામ્યમાં 96.22 ટકા, કોટડાસાંગાણી તાલુકામાં 95.78 ટકા, ગોંડલ તાલુકામાં 94.32 ટકા, ઉપલેટામાં 92.58, જસદણ તાલુકામાં 90 તથા વીંછિયા તાલુકામાં 79.98 ટકા 18 પ્લસ વય જુથના નાગરિકોને રસીકરરણનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. જ્યારે 47.39 ટકા લોકોને બીજો ડોઝ પણ મળી ગયો છે.

પાંચ નગરપાલિકા વિસ્તારમાં 87.80 ટકા રસીકરણ
આજ રીતે રાજકોટ જિલ્લાના નગરપાલીકા વિસ્તારોમાં કુલ 2,78,380 18 પ્લસ વયજૂથના લાકોને રસીકરણનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. આમ પાંચ નગરપાલિકા વિસ્તારમાં 87.80 ટકા લોકોને રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 57.31 ટકા લોકોને બીજો ડોઝ પણ મળી ગયો છે. તેમ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.