સિવિલની બીમારી:રાજકોટમાં ICCUમાં એ.સી. બંધ, હાર્ટએટેકના દર્દીને શર્ટ કાઢી બેસવું પડ્યું

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે તેનો વધુ એક પુરાવો મળ્યો છે. વહેલી સવારે 7 વાગ્યે ભાનુભાઈ નામના પ્રૌઢને સિવિલમાં દાખલ કરાયા હતા તેમને હાર્ટએટેક હોવાનું નિદાન થતા તાત્કાલિક ICCUમાં દાખલ કરાયા હતા પણ તે વિભાગનું એસી જ બંધ હતું.

એક તરફ હાર્ટએટેકની તકલીફ અને બીજી બાજુ ગરમી હતી. સૂઈને આરામ કરવાનું ફરજિયાત હોવા છતાં દર્દીને શર્ટ કાઢીને બેડ પર બેસવું પડ્યું હતું અને તબિયત બગડતી જતી હતી આખરે બપોર કોઇપણ રીતે પસાર ન થતા 4 વાગ્યાની આસપાસ તેમને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...