તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતાની સેવા:ABVPના યુવાનો હોમ ક્વોરન્ટાઇન દર્દીના રોજ 20થી વધુ ઘર નિ:શુલ્ક સેનિટાઈઝ કરી આપે છે

રાજકોટ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઘરમાં અન્ય કોઇને ફરી સંક્રમણ ન લાગે તે માટે હોમ સેનિટાઈઝેશનની સેવા શરૂ કરાઇ છે - Divya Bhaskar
ઘરમાં અન્ય કોઇને ફરી સંક્રમણ ન લાગે તે માટે હોમ સેનિટાઈઝેશનની સેવા શરૂ કરાઇ છે
 • કોરોનામાં સેવા કરવા 3 ટીમ બનાવી, હેલ્પલાઈનમાં રોજ 25થી વધુ ફોન આવે છે

કોરોના મહામારીમાં હાલ અનેક દર્દીઓ ઘેર જ સારવાર લઇ રહ્યા છે ત્યારે કોરોનાના દર્દી ઘરમાં હોવાને કારણે અન્ય લોકોમાં પણ ડર છે ત્યારે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ ડર મુક્ત થઇ પોતાના ઘરમાં રહી શકે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના ઘર સેનિટાઈઝ કરી આપવાની સેવા શરૂ કરી છે. એબીવીપીના યુવાનો દરરોજ 20થી વધુ ઘર નિ:શુલ્ક સેનિટાઈઝ કરી આપે છે અને અત્યાર સુધીમાં 71 જેટલા ઘર સેનિટાઈઝ કરી ચૂક્યા છે અને આ સેવા કામગીરી માટે એબીવીપીએ ત્રણ ટીમ બનાવી છે. લોકોને મદદ અને સેનિટાઈઝ કરવા માટે જાહેર કરાયેલા નંબર પર દરરોજ 25 જેટલા ફોન પણ આવી રહ્યા છે.

એક ઘરને સેનિટાઈઝ કરવાનો અંદાજિત ખર્ચ રૂ. 350થી 400 થઇ થાય છે, પરંતુ એબીવીપી લોકોની સેવામાં ઘર સેનિટાઈઝ નિ:શુલ્ક કરી રહ્યું હોવાનું રાજકોટ એબીવીપીના અજયભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે. કોરોના મહામારીને નાથવા માટે અનેક સામાજિક સંસ્થાઓ ઓક્સિજન, મેડિકલ સેવા, નિઃશુલ્ક ભોજન સહિતની સેવાઓ આપી રહી છે. એવામાં રાજકોટ ABVP દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં નિઃશુલ્ક હોમ સેનિટાઈઝેશન કરવાની સેવા શરૂ કરવામાં આવી છે.

કોરોનાની ઘાતક બીજી લહેરમાં સંક્રમણ ન વધે અને ઘરમાં અન્ય કોઇને ફરી સંક્રમણ ન લાગે તે માટે રાજકોટમાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા શહેરમાં નિઃશુલ્ક હોમ સેનિટાઈઝેશન કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. જેનો મોટા પ્રમાણમાં રાજકોટવાસીઓ લાભ લઇ અને પોતાના ઘરને સેનિટાઈઝેશન કરાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 71થી વધુ ઘર સેનિટાઇઝ કરવામાં આવ્યા છે. આ સેવા માટે 9016991495 , 8734011250 મોબાઈલ નંબર પર લોકો ફોન કરી સેવાનો લાભ લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો