વિરોધ:સેનેટની ચૂંટણીમાં ઓફલાઈન રજિસ્ટ્રેશનના સૌરાષ્ટ્ર યુનિ.ના નિર્ણયનો ABVPએ વિરોધ કર્યો, ઓનલાઈન નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી

રાજકોટ22 દિવસ પહેલા
ABVPએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી વિરોધ દર્શાવ્યો.
  • ઓફલાઈનમાં ફેક રજિસ્ટ્રેશન થશે અને ઘણી બધી તકલીફો થશે

સેનેટની ચૂંટણીમાં ઓફલાઈન રજિસ્ટ્રેશનના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયનો ABVPએ વિરોધ કર્યો છે. આ અંગે ABVPના પ્રદેશ સહ મંત્રી પવન ઓઝાએ જણાવ્યું હતું કે, આગામી સેનેટની ચૂંટણીમાં અમારી માગ એ છે કે, ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા થાય, જેની અંદર પારદર્શિતા જળવાય રહે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે, ઓફલાઈન પદ્ધતિથી રજિસ્ટ્રેશન થશે. આનો વિરોધ અમે કરી રહ્યા છીએ. આ ચૂંટણીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન નહીં થાય તો અમે સંપૂર્ણ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

ગત સેનેટની ચૂંટણીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું હતું
વધુમાં જણાવ્યું હતું કે, બહિષ્કાર કરવાનું કારણ ગત સેનેટની ચૂંટણીમાં રજિસ્ટ્રેશન ઓનલાઈનના માધ્યમથી થયું હતું. ત્યારે સારી રીતે અને વિવાદ વગર ચૂંટણી યોજાઈ હતી. હવે શું કામ નહીં? ગુજરાતભરની યુનિવર્સિટીઓમાં સેનેટની ચૂંટણીમાં રજિસ્ટ્રેશન ઓનલાઈન થાય છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌથી જૂની છે. જો ઓનલાઈન રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું.

ઓફલાઈનમાં ફેક રજિસ્ટ્રેશનની શંકા
વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોના નિર્ણયો નથી. આની અંદર ફેક રજિસ્ટ્રેશન થશે અને ઘણી બધી તકલીફો થશે. આ નિર્ણય લેનાર તમામ લોકો જવાબદાર છે. કુલપતિ પણ જવાબદાર છે. વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિતમાં નુકસાન પહોંચે ત્યારે અમે વિરોધ કરીએ છીએ. અમે સમયે સમયે વિદ્યાર્થીઓના હિતમાં વિરોધ કરતા હોઇએ છીએ. અત્યારે તો અમે આખી ચૂંટણી પ્રક્રિયા છે તેનો બહિષ્કાર કરવા જઇ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...