મતદાર યાદી સંક્ષિપ્ત સુધારા કાર્યક્રમ:રાજકોટમાં 25000 જેટલા નવા મતદારો ઉમેરાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારા ઝુંબેશ ચાલી રહી હતી જે 9 નવેમ્બરે શરૂ થઈ અને રવિવાર 13 તારીખે પૂરી થઈ છે. આ દરમિયાન રાજકોટ જિલ્લામાંથી નવા નામ તેમજ સુધારા માટે 50,000થી વધુ ફોર્મ જમા થયાનો અંદાજ છે.

નાયબ ચૂંટણી અધિકારી એન. આર. ધાંધલના જણાવ્યા અનુસાર ગત ત્રણ રવિવાર કરતા છેલ્લા રવિવારે વધુ ફોર્મ ઉપડ્યા તેમજ જમા કર્યા છે. છેલ્લા ત્રણ રવિવારની ગણતરી કરીએ તો 44119 ફોર્મ આવ્યા છે. જેમાં ફોર્મ નં. 6 એટલે કે નવા નામ માટે 24190, ફોર્મ 7 એટલે કે કમી કરવા 8220, જ્યારે ફોર્મ 8 એટલે કે સુધારા માટે 7797 ફોર્મ આવ્યા છે. હાલની દૃષ્ટિએ જિલ્લામાં 25000થી વધુ નવા મતદારો ઉમેરાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...