રોષ:રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં બિનખેતીની 150 જેટલી ફાઇલો પેન્ડીંગ,વકીલો રોષે ભરાયા CM અને પાટીલને રજૂઆત કરશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેકટર કચેરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
કલેકટર કચેરીની ફાઈલ તસવીર
  • અરજદારો સાથે વકીલોને પણ માત્ર હેરાનગતિ કરવાનો જ ઉદ્દેશ્ય હોવાનો ધારાશાસ્ત્રીઓનો આક્ષેપ
  • અશાંતધારાની ફાઇલોમાં પણ બિનજરૂરી લાંબો સમય લેવાતો હોવાની વકીલોમાં રોષભેર ચર્ચા

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં જાણે નીતિઓ બદલાઈ ગઇ હોય તેમ એક બાદ એક બિનખેતીની ફાઈલો રીજેકટ થવા લાગતા રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. છેલ્લા 2થી 3 મહિનામાં કડક અને પ્રમાણિક નિર્ણય લઈ બીનખેતીની 250થી 300 જેટલી ફાઈલોમાંથી 125થી 150 જેટલી ફાઈલો રીજેકટ કરવામાં આવી છે. આ અંગે રાજકોટ રેવન્યુ બારના પ્રમુખે જણાવ્યું હતું કે, અમે આ મુદ્દે CM ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને લેખીતમાં રજૂઆત કરવાના છીએ.

ખરીદ કે વેચાણ કરનાર વર્ગ ભારે હેરાન-પરેશાન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,કલેકટરે ભલે ફાઈલો રીજેકટ કરી પરંતુ અરજદારોને રીજેકટ કરતા પહેલા સાંભળવા જોઈએ, કવેરી સોલ્વ કરવાનો કે કોઈપણ પૂર્તતા પુરી કરવાનો ચાન્સ તંત્રે આપવો જોઈએ.. આ તો ચાન્સ આપ્યા વગર રીજેકટ કરાઈ છે.અશાંતધારામાં પણ આ જ હાલત છે, તેમા પણ હિન્દુ-હિન્દુ, મુસ્લીમ-મુસ્લીમ અને હિન્દુ-મુસ્લીમની 100થી150 ફાઈલો 3થી 4 મહિનાથી પેન્ડીંગ છે. જમીન, મકાન, પ્લોટ, ફલેટ વગેરે ખરીદ કે વેચાણ કરનાર વર્ગ ભારે હેરાન-પરેશાન થઈ ગયા છે.

આવતીકાલે મહેસુલ મંત્રીની કલેકટર સાથે ખાસ બેઠક
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સવારે 11 વાગ્યે રાજ્યના મહેસુલ મંત્રીની રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે 16 જેટલા મહેસુલી મુદ્દા અંગે ખાસ વીસી યોજાઈ છે. જેમાં બીનખેતી કેસોનો નિકાલ, અશાંતધારો, તુમાર, રેશનીંગ કામગીરી, ઓનલાઈન તમામ કામગીરી, દર શુક્ર-શનિ યોજવાના થતા સેવા સેતુ સહિતના મુદ્દે ખાસ સમીક્ષા થશે. તમામ પ્રાંતને પણ વીસીમાં બોલાવાયા છે. રાજકોટ કલેકટર કચેરીમાં વીસી અંગે 2 દિ'થી તૈયારીઓ ચાલી રહી છે.