તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેન્ટિલેટર મુદ્દે વિવાદ:કોંગ્રેસના મહિલા પ્રમુખે કહ્યું - સિવિલમાં 100 જેટલા વેન્ટિલેટર ધૂળ ખાય છે, સુપ્રિટેન્ડન્ટનો ખુલાસો - ધમણ 3 અત્યારે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે

રાજકોટ13 દિવસ પહેલા
  • કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી હતી

કોરોનાની બીજી લહેરમાં બેડ અને વેન્ટિલેટર માટે લોકો રીતસર વલખાં મારી રહ્યા છે, રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર લાઇન ઘટવાનું નામ લેતી નથી, જેને વેન્ટિલેટર જોઇએ છે તેને મળતા નથી તેવા અનેક કિસ્સા અત્યાર સુધીમાં ચીસો પાડીને સામે આવ્યા છે. ત્યારે આજે એક ચોંકાવનારો ખુલાસો થયો છે, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી મેડિકલ કોલેજની લોબીમાં 150થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાતા નજરે પડ્યા હતા.

રાજકોટ મહિલા કોંગ્રેસના આગેવાનોએ આ વેન્ટિલેટરનો ઉપયોગ કરવા માંગ કરી હતી બીજી તરફ હોસ્પિટલના સત્તાધીશોએ લૂલો બચાવ કરીને કહ્યું હતું કે, હાલમાં અપડેટ વર્ઝનના વેન્ટિલેટરનો ઉપયોગ થઇ રહ્યો છે અને જે જથ્થો મળ્યો છે તે વેન્ટિલેટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જોકે તેમની પાસે એ જવાબ નહોતો કે જો આ વેન્ટિલેટરનો ઉપયોગ થઇ રહ્યો છે તો એકસાથે કતારમાં આટલા વેન્ટિલેટર આમ કેમ પડ્યા છે?.

શનિવારે સવારે પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મનિષાબા વાળા મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને અંદર વોલીબોલ ગ્રાઉન્ડ પાસેની લોબીમાં એકસાથે લાઇનમાં પડેલા વેન્ટિલેટરના જથ્થાને લઇને સવાલ ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓને વેન્ટિલેટર મળતા નથી ત્યારે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે આ ધમણ-1 વેન્ટિલેટરના જથ્થાનો ઉપયોગ થયા વગર પડ્યો છે તે સત્તાધીશોની લાપરવાહી છે. તેઓએ આ મુદ્દે કલેક્ટર અને સિવિલ સર્જન સમક્ષ લેખિતમાં માંગ કરી હતી કે, આ વેન્ટિલેટરનો ઉપયોગ થવો જોઇએ.

કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી
ઉલ્લેખનીય છે કે આ મશીન રાજકોટ પહોંચ્યા તેને પણ 10-10 દિવસ થઈ ગયા છે. પરંતુ આ વેન્ટીલેટરનો યોગ્ય ઉપયોગ ન થયાનું સામે આવ્યું છે. આજરોજ કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, 100થી વધુ ધમણ 1 ના વેન્ટીલેટર ધૂળ ખાઈ રહ્યા છે. કોરોનામાં વેન્ટીલેટર વાળા બેડ માટે લોકો વલખાં મારી રહ્યા છે અને બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર ધૂળ ખાઈ રહ્યા છે. સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ આક્ષેપ કરતા આ વિવાદ થયો છે.

હાલ પૂરતી માત્રામાં ICU માં વેન્ટિલેર બેડ તેમજ બાયપેપ છે. - અધિક્ષક
હાલ પૂરતી માત્રામાં ICU માં વેન્ટિલેર બેડ તેમજ બાયપેપ છે. - અધિક્ષક

હાલ પૂરતી માત્રામાં ICU માં વેન્ટિલેર બેડ તેમજ બાયપેપ છે. - અધિક્ષક
આ મુદ્દે સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે, કોરોનાના પ્રથમ ફેઈઝમાં રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ 1 ઉપલબ્ધ કરાયા હતા, જેના દ્વારા ઓક્સીઝનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી. હવે સિવિલ ખાતે તેનું એડવાન્સ વર્ઝન ધમણ 3 ઉપલબ્ધ બનતા તેના પર હવે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવામાં આવશે. ICU માં બાયપેપ દ્વારા કરાતી સારવારમાં આ નવા વેન્ટિલેરની ગરજ સારે છે. હાલ જુના ધમણ વેન્ટિલેટર બાયપેપ પ્રકારની સારવારની જરૂર નો હોય તેવા દર્દીઓ માટે અનામત રાખવામાં આવશે. હાલ પૂરતી માત્રામાં ICU માં વેન્ટિલેર બેડ તેમજ બાયપેપ છે.

હાલ ધમણ-3 અપડેટ વર્ઝનનો ઉપયોગ થાય છે
સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદીએ આ ઘટનાની થોડી જ ક્ષણોમાં બચાવમાં ઉતરીને જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર વખતે ધમણ-1નો જથ્થો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો હતો ત્યારબાદ અપડેટ વર્ઝન ધમણ-3 પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યા હોય તેનો ઉપયોગ થઇ રહ્યો છે અને જરૂરિયાત મુજબ ધમણ-1નો પણ ઉપયોગ થાય જ છે. આ ઉપરાંત જામનગર, ગોંડલ, ધોરાજી સહિતના શહેરોમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થાય ત્યારે ધમણ-1 રાજકોટની હોસ્પિટલમાંથી મોકલવામાં આવે છે.

ખરીદી કૌભાંડ હોવાનો પણ ગણગણાટ
150થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાતા મળી આવ્યા બાદ કોંગી આગેવાનોમાં એવી પણ ચર્ચા થતી હતી કે, ધમણ-3 તમામ હોસ્પિટલને સરકારે પહોંચાડ્યા બાદ વિસેક દિવસ પહેલા જ ધમણ-1નો જથ્થો પણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યો છે, ધમણ-1ની પૂરતી ઉપયોગિતા નહીં હોવા છતાં તેની મોટા પ્રમાણમાં ખરીદી કરીને મસમોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો