આપઘાતનો પ્રયાસ:રાજકોટમાં પારિવારિક ઝગડાથી કંટાળી ટ્રેન હેઠળ પડતુ મુકવા ગયેલી મહિલાને અભયમની ટીમે બચાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ, દિકરી-દિકરો ઝગડા કરી મારકૂટ કરતા જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
  • 181ની ટીમ દ્વારા પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું

રાજકોટમાં 181 અભયમ ટીમને જાગૃત નાગરિકે ફોન કરીને જાણ કરી હતી કે, એક મહિલા રાજકોટ રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે આપઘાત કરવા પ્રયત્ન કરેલ હોય. આ વાતની જાણ થતાં અભયમ ટીમના કાઉન્સેલર શિવાનીબેન પરમાર‌, કોન્સ્ટેબલ અનિતાબેન ઝાલા અને પાયલોટ વિજયભાઈ સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારે સ્થળ પર રહેલ જાગૃત નાગરિક સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર હતા ત્યારે આ મહિલા આત્મહત્યા કરવાનાં ઇરાદા સાથે પ્લેટફોર્મ પર જણાતા તેઓએ રેલવે સ્ટેશન પર રહેલ કૂલીની મદદથી મહિલાને રોકી અને તુરંત આ બનાવની જાણ 181 માં કરવામાં આવી હતી.

જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
181 અભયમ ટીમ દ્વારા મહિલાને સાંત્વના આપી કાઉન્સેલીંગ કરતા તેણીએ જણાવ્યું હતું કે, તેમના પતિ, દિકરી-દિકરો તેમની સાથે રોજ ઝગડા કરે છે અને ક્યારેક મારકૂટ પણ કરવામાં આવે છે જેથી કંટાળી તેઓ 12 એપ્રિલના રોજ સાંજે 7 કલાકે ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને આત્મહત્યા કરવાનાં ઇરાદા સાથે રેલવે સ્ટેશન પર આવી હોવાની જાણ કરી હતી.

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા
આ મહિલા સાથે વધુ પૂછપરછ કરતા તેઓ વિકલાંગ હોવાનું જણાવ્યું હતું તથા તેઓના પતિના કોન્ટેક્ટ નંબર લેવાનો પ્રયત્ન કરેલ પરંતુ આપવામાં આવેલ કોઈ પણ નંબર સાચો આપી શક્યા ન હતા તેમજ સ્ટ્રેસ અને ઉંમરને કારણે થોડા માનસિક અસ્વસ્થ જણાતા હોવાથી તેઓને સારવાર તેમજ લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...