તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપલેટા બાળકી હત્યાકેસ:આયુષી નિમાવતની હત્યારી કાકી, કાકા અને પિતા 4 દિવસના રિમાન્ડ પર, પોલીસે 8 દિવસની માગ કરી હતી

ઉપલેટા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડી.એન.એ ટેસ્ટ કરવાશે, સીસીટીવી ફૂટેજ સહિતના વધુ પૂરાવા લેવાયા
  • કાકીએ હત્યા કરી બંને ભાઈઓએ પૂરાવાનો નાશ કર્યાને આરોપ

ઉપલેટા યાદવ રોડ પર સર્વોદય સોસાયટીમાં રહેતા સાબુના વેપારી પરિવારની 9 વર્ષની પુત્રી આયુષી ચેતનભાઇ નિમાવતની હત્યા કરાઈ હતી. હત્યા કરવાના આરોપમાં બાળકીની સગી ક્રૂર મિજાજી કાકી વંદના, કાકા મયુર અને બાળકીના પિતા ચેતન સહિત ત્રણની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હત્યા અને પુરાવાના નાશ કરવાના બે ભાઈઓની ધરપકડ
ઘટના સંદર્ભે હત્યા કરવાના આરોપમાં વંદના તથા હત્યા બાદ કશું બન્યું ન હોય એ રીતે લોહીના ડાઘા સહિતના પૂરાવા નાશ કરવાના ગુનામાં આરોપમાં બન્ને ભાઈઓ ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ આથી વધુ પુરાવા એકત્રિત કર્યા હતા. બાળકોને અગ્નિદાહ આપ્યો ત્યાંથી રાખ તેમજ આસ્થીઓ કબજે લેવાયા હતા. સાંયોગિક પૂરાવા મેળવવા માટે ડી.એન.એ ટેસ્ટ કરાવાશે.

પોલીસ પાડોશી અને સગાવહાલાના નિવેદન લઈ રહી છે
ત્રણેય આરોપીને 8 દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કર્યા હતા. અદાલતે ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. તપાસનીય ઇન્ચાર્જ પી આઇ કે કે જાડેજા તથા સ્ટાફે ત્રણેયના નિવેદનો સાથે વધુ પૂરાવા મેળવવા સીસીટીવી કબજે કરવા તથા જે તે સમયે હોસ્પિટલને સાથે ગયેલા પાડોશીઓ પરિવારજનો અંતિમયાત્રામાં રહેલા પરિચિતો સગાઓની પૂછતાંછ અને નિવેદન નોંધીને વધુ તપાસ આગળ ધપાવી છે.

8 જૂને બાળકીને દસ્તાના ઘા ફટકારી હત્યા કરાઈ હતી
સંયુક્ત પરિવારમાં રહેતા બન્ને ભાઇઓ સાથે સાબુની દુકાન પર બેસીને ધંધો કરે છે. બંનેની પત્ની દેરાણી-જેઠાણી વચ્ચે ગુહ કંકાસ ચાલતો હોવાને લઈને ક્રૂર બનેલી કાકીએ ગત તા 8ના રોજ જેઠાણી કિરણબેનની પુત્રી આયુષીને છત પર લઈ જઈ દસ્તાના બે ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે બે દિવસ બાદ પોલીસ તપાસમાં હત્યા થયાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...