તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:રાજકોટમાં ‘આપ’નો અંડર કરંટ, ભાજપમાં નવા ચહેરા અનેક વોર્ડમાં પેનલ તોડશે, ધારાસભ્યોએ પાટીલને જવાબ આપવો પડશે

રાજકોટ9 દિવસ પહેલા
ફાઈલ તસ્વીર
  • 2015ની ચૂંટણીમાં પાતળી સરસાઇથી ભાજપે રાજકોટ મહાનગરપાલિકા કબ્જે કરી હતી

મહાનગરના કાર્યકર્તાઓ પાટીલથી નિરાશ થયા હતા, સમગ્ર મતદાનમાં એક નવું પાસુ ‘આપ’નું છે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે. જોકે આ પરિણામ આવતાની સાથે જ તમામ રાજકીય પક્ષોને ઝટકા મળે તો નવાય નહીં. રાજકોટમાં વર્ષ 2015ની સરખામણીએ 1 ટકા મતદાન વધારે થયું હતું. જોકે પેજ પ્રમુખની નીતિ અને ભાજપની ધારણા મુજબ મતદાન થયું નથી. જેના કારણે ભાજપના બેડામાં સોંપો પડી ગયો છે. ભાજપના પરંપરાગત વોર્ડ ગણાતા વોર્ડ નંબર 2, 4, 10, 13, 14 અને 17માં ભાજપની પેનલ તૂટે તેવી શક્યતા છે. ભાજપે પાટીલ પેટર્નથી ટિકિટ ફાળવી છે, જેમાં સિનિયર નેતાઓને કાપીને નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. બીજી તરફ આપનો અંડર કરંટ શિક્ષિત વર્ગમાં જોવા મળ્યો હતો. જો વોર્ડમાં વધુ પેનલ તૂટશે તો આ મુદ્દે ભાજપના ધારાસભ્યએ પાટીલને જવાબ આપવો પડશે.

2015ની ચૂંટણીમાં પાતળી સરસાઇથી ભાજપે મહાનગરપાલિકા કબ્જે કરી હતી
ગત ચૂંટણીમાં આ વખત કરતાં પણ ઓછું મતદાન થયું હોવા છતાં અને પાટીદારોનો કરંટ હોવા છતાં પણ ભાજપે મેદાન માર્યુ હતું. જેમાં માત્ર ચાર બેઠકની પાતળી સરસાઇથી ભાજપે મહાનગરપાલિકા કબ્જે કરી હતી. પરંતુ આ વખતે ત્રિ-પાંખિયા જંગ વચ્ચે આપ કોના મત તોડશે એ જોવાનું રહ્યું, બીજી તરફ પ્રજાનો મોંઘવારી, ઈ-મેમો અને અગાઉ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરના ઠાલા વચનોનો આંતરિક રોષ સપાટી પર પણ આવ્યો હતો. એટલે આ વખતે પક્ષ કરતા લોકોએ વ્યક્તિગત ઉમેદવારો પર ભાર મૂકયો હોવાનું જોવા મળી રહ્યું છે.

મહાનગરના કાર્યકર્તાઓ પાટીલથી નિરાશ થયા હતા
રાજકોટમાં છેલ્લા ઘણાં સમયથી મતદારોને મત આપવા માટે પ્રોત્સાહિત કરવામાં ભાજપના કાર્યકરો સૌથી મોટી ભૂમિકા ભજવતા હતા. પણ આ ચૂંટણીમાં પક્ષના પ્રદેશ પ્રમુખે પેજ પ્રમુખની વ્યવસ્થાને આગળ વધારીને પેજ કમિટી બનાવી. 30 મતદારો પાછળ ભાજપના પાંચ કાર્યકર્તાઓને કામે લગાડ્યા હતા. પણ તે ગઈકાલે ફિલ્ડમાં નિષ્ફ્ળ નીવડ્યા હતા. આ અંગે એક જ કારણ અપાય છે કે આ ચૂંટણીમાં ભાજપે જે રીતે સિનિયર, ટર્મ અને ઉંમરના માપદંડના કારણે સામૂહિક રીતે જે ટિકિટ કાપી તેનાથી મહાનગરના કાર્યકર્તાઓ નિરાશ થયા હતા

ઉમેદવારોએ મહેનત કરી નથી
નારાજ કાર્યકરો માટે હવે પક્ષનો ઝંડો ફરકાવવા સિવાય કોઈ કામગીરી રહી જ નથી તેવો અહેસાસ થયો હતો. તો બીજા કારણે પેજ પ્રમુખ અને પેજ સમિતિની વ્યવસ્થામાં કાર્યકર્તાઓ જ કેન્દ્રમાં હોવા છતાં નેતાઓએ સેલિબ્રિટીની જેમ તેમાં ડેડ લાઈન મેળવી લીધી જેનાથી જે કાર્યકર્તા પર તેના પેજનું મતદાનની જવાબદારી હતી. તેઓએ મહેનત કરી નથી તેવું પક્ષના સૂત્રોએ સ્વીકાર્યુ. આ ઉપરાંત મતદાન ઓછું થયું નથી તેવો તર્ક એ રીતે બતાવાય રહ્યો છે કે રાજકોટ સહિતના મહાનગરોમાં નવા સિમાંકનના કારણે નવા વિસ્તારો ભળ્યાં અને નવા મતદારો વધ્યા તેથી ટકાવારી લગભગ સમાન રહી છે. તેથી કુલ મતદાન વધ્યું છે તેવી દલિલ પણ થાય છે. પરંતુ જે ધાર્યુ મતદાન હતું તે થઈ શક્યું નથી તે પણ નિશ્ચિત છે.

સમગ્ર મતદાનમાં એક નવું પાસુ ‘આપ’નું છે
આ ચૂંટણીમાં અગાઉથી કોઈ એવો મુદ્દો ન હતો કે જે સીધો મતદારોને સમજાવી શકાય. ભાજપે વિકાસનો મુદ્દો બનાવીને લોકોને ભાજપ સાથે રહેવામાં જ ડહાપણ છે તેવુ સમજાવ્યું પણ કોંગ્રેસ પક્ષ ખાસ કરીને સ્થાનિકથી લઈ ગાંધીનગર અને દિલ્હી સુધીના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા, માસ્ક તથા ઈ-મેમોના દંડ જેવા મુદાને કેટલી હદે લોકોને સમજાવી શક્યો છે તે પ્રશ્ન છે! અને સંભવ છે કે એક મોટો વર્ગ તે રીતે પણ મતદાન કરી ગયો હોય તો તે એડવેન્ટેજ કોંગ્રેસને મળશે. આમ સમગ્ર મતદાનમાં એક નવું પાસુ ‘આપ’નું છે કે જેણે પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી પણ મહાનગરોમાં રેલી યોજી ગયા. ગુજરાત જો કે ત્રીજા પક્ષને સામાન્ય રીતે તક આપતું નથી પણ કદાચ અરવિંદ કેજરીવાલ એ જે રીતે શાસન ચલાવે છે તે જોતા ગુજરાતમાં તેવા શાસનની કલ્પનાના કારણે એક વર્ગે આ પ્રકારે મતદાન કર્યુ હોય શકે છે અને તેના કારણે મતોમાં વધુ ભાગલા પડે તો સ્પર્ધા વધુ રોમાંચક બનશે.

એક વિશ્લેષણ મુજબ નજર કરીએ તો આ મુજબ પેનલ તૂટશે

વોર્ડ20152021
વોર્ડ નં.14 ભાજપપેનલ રહેશે
વોર્ડ નં.24 ભાજપપેનલ તૂટશે
વોર્ડ નં.34 કોંગ્રેસપેનલ તૂટશે
વોર્ડ નં.43 કોંગ્રેસ 1 ભાજપપેનલ તૂટશે
વોર્ડ નં.54 ભાજપપેનલ આવશે
વોર્ડ નં.64 ભાજપપેનલ આવશે
વોર્ડ નં.74 ભાજપપેનલ આવશે
વોર્ડ નં.84 ભાજપપેનલ આવશે
વોર્ડ નં 94 ભાજપપેનલ આવશે
વોર્ડ નં.103 ભાજપ 1 કોંગ્રેસપેનલ તૂટશે
વોર્ડ નં.114 કોંગ્રેસપેનલ તૂટશે
વોર્ડ નં.124 કોંગ્રેસપેનલ તૂટશે
વોર્ડ નં.133 કોંગ્રેસ 1 ભાજપપેનલ તૂટશે
વોર્ડ નં.144 ભાજપપેનલ તૂટશે
વોર્ડ નં.154 કોંગ્રેસપેનલ આવશે
વોર્ડ નં.164 કોંગ્રેસપેનલ આવશે
વોર્ડ નં.173 કોંગ્રેસ 1 ભાજપપેનલ આવશે
વોર્ડ નં.184 કોંગ્રેસપેનલ તૂટશે
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો