વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં મોદીવેવ વચ્ચે પણ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ બાઉન્ડ્રી ફટકારી બેઠકો પર જીત મેળવી છે. ત્રિપાંખિયા જંગમાં આ વખતે આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ કરતા કોંગ્રેસને વધુ નુકશાન થયાનું ચિત્ર સામે આવ્યું છે. સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકો પૈકી 4 બેઠકો પર જીત હાસિલ કરી છે જયારે 13 બેઠકો પર નોંધપાત્ર પ્રદર્શન કરી બીજા નંબરે જોવા મળી છે. આમ કુલ પરિણામ પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીએ સીધી રીતે કોંગ્રેસની બાજી બગાડી હોવાનું કહી શકાય તેમ છે.
ચાર ધારાસભ્યોના વિધાનસભામાં પ્રવેશ
ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર એ રાજનીતિની પાઠશાળા માનવામાં આવે છે અને એ જ રીતે વિધાનસભામાં પ્રવેશ માટેનો રોડ મેપ બનાવી આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો છે. ગઇકાલના પરિણામમાં ગુજરાત આખામાં આપને કુલ 5 બેઠકો મળી છે જેમાંથી 4 બેઠક સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત કરી છે. જેમાં જામજોધપૂર, વિસાવદર, બોટાદ અને ગારિયાધાર બેઠકનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં જામજોધપુર, બોટાદ, ગારીયાધર અને વિસાવદર બેઠક પર ઝાડુ ફરી વળતા આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યોના વિધાનસભામાં પ્રવેશ માટેના દ્વાર ખુલ્યા છે.
ગ્રેસની જીતની બાજી બગાડી દીધી
સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકોના પરિણામ પર નજર કરીએ તો 48 પૈકી 40 બેઠક પર ભાજપ, 4 બેઠક પર આપ, 3 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની જીત થવા પામી છે જયારે ભાજપએ જીતેલી 40 બેઠકો પૈકીની 13 બેઠક એવી છે જેમાં કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી બીજા ક્રમે જોવા મળી છે. જ્યારે રાજકોટ પુર્વ, ધોરાજી, દ્વારકા, માંગરોળ અને કેશોદ બેઠક પર આપે ભાજપની લીડ કરતા વધુ મતો મેળવી કોંગ્રેસની જીતની બાજી બગાડી દીધી છે.
સૌરાષ્ટ્રમાં 13 બેઠકો ઉપર ‘આપ’ બીજા ક્રમે
સૌરાષ્ટ્રમાં છ બેઠક પર આપે કોંગ્રેસની બાજી બગાડી છે. જેમાં ભાજપની લીડ કરતા આપના ઉમેદવારે વધુ મત મેળવ્યા છે જેમાં જસદણ, રાજકોટ પૂર્વ, ધોરાજી, દ્વારકા, માંગરોળ અને કેશોદ બેઠકનો સમાવેશ થાય છે.
બેઠક | ભાજપની લીડ | આપને મત |
જસદણ | 16172 | 47636 |
રાજકોટ પૂર્વ. | 28635 | 35446 |
ધોરાજી | 11878 | 29429 |
દ્વારકા | 5327 | 28381 |
માંગરોળ | 22501 | 34000 |
કેશોદ | 4200 | 24497 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.