તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફી મુદ્દે વિરોધ:રાજકોટમાં સ્કૂલ ફી મુદ્દે 'શિક્ષણ નહીં તો ફી નહીં'ના બેનરો સાથે AAPનો વિરોધ, 82ની અટકાયત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ બેનરો સાથે જિલ્લા પંચાયત ચોકમાં આપનો વિરોધ

કોરોનાના કહેર વચ્ચે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ બંધ છે ત્યારે બુધવારે જિલ્લા પંચાયત ચોકમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા ‘સ્કૂલ નહીં તો ફી નહીં’ના નારા સાથે દેખાવો યોજવામાં આવ્યો હતો. હાઇકોર્ટે ફી બાબતે રાજ્ય સરકારને નિર્ણય લેવા કહ્યા બાદ હજુ સુધી ફી મુદ્ે નિર્ણય ન લેતા આપ દ્વારા દેખાવનો કાર્યક્રમ યોજાયો હતો. માસ્ક ન પહેરવાના દંડ વસૂલવામાં અગ્રેસર સરકાર ફીના મુદ્દે શા માટે ચુપ છે? તેવો સવાલ આપે ઉઠાવ્યો હતો.

પોલીસે કાર્યકરોની અટકાયત કરી
જિલ્લા પંચયાત ચોકમાં વિરોધ કરી રહેલા AAPના કાર્યકરોએ વિવિધ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. શિક્ષણ નહીં તો ફી નહીં, શાળા સંચાલકોનો નિભાવ ખર્ચ સરકાર ભોગવે તેમજ માસ્ક ન પહેરવાનો દંડ 1 હજાર રૂપિયા તો કરોડોની ફી બાબતે સરકાર કેમ ચૂપ? સહિતના બેનરો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી પોલીસે કાર્યકરોની અટકાયત કરી તમામને હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં પણ AAPના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી.

સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી
સમગ્ર મામલે AAPના પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે ગુજરાત વાલી મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફી મુદ્દે સરકારને રજુઆત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં હાઈકોર્ટ દ્વારા પણ ગુજરાત સરકારને ફટકાર લગાવવામાં આવી હતી અને આવા તમામ નીતિ વિષયક નિર્ણયો સરકારે લેવા જણાવાયું હતું. છતાં કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય જાહેર કરતી નથી.