તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ સામે ‘આપ’ને વાંધો:રાજકોટ મનપાની ચૂંટણીના પરિણામ સામે આમ આદમી પાર્ટી હાઇકોર્ટમાં રિટ દાખલ કરશે, પરિણામ રદ કરી ફરી જાહેરકરવા માંગ

રાજકોટ4 મહિનો પહેલા
રાજકોટ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શિવલાલ બારસીયા.
  • આમ આદમી પાર્ટીએ EVM મશીનમાં ભાજપના નિશાન સામે વાંધો ઉઠાવ્યો હતો

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપને 68 અને કોંગ્રેસને ચાર બેઠક મળી છે. મત ગણતરી દરમિયાન વિજેતા જાહેર કરવામાં રિટર્નિંગ અધિકારીઓએ ભૂલ કરી છે. જેના પગલે આમ આદમી પાર્ટી હાઇકોર્ટમાં રિટ દાખલ કરશે અને પરિણામ રદ કરી ફરી પરિણામ જાહેર કરવા માંગ કરશે. રાજકોટ આપના ઉપપ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં જે વોર્ડમાં ચારેય બેઠક સામાન્ય હોય તેવા સંજોગોમાં મત ગણતરી બાદ અલગ રીતે પરિણામ જાહેર કરવાના હોય છે. અધિકારીઓએ જ વિજેતા જાહેર કરી દીધા છે. વોર્ડ નં.2, 7, 8 સહિતના વોર્ડમાં આ ભૂલ થઇ છે.

પરિણામમાં ક્યાંકને ક્યાંક શરતચૂક થઇ-શિવલાલ બારસિયા
શિવલાલ બારસીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં સામાન્ય બેઠક હોય છે. પરંતુ અનામત બેઠક પણ હોય છે. જેવી રીતે સરકારી કર્મચારીઓની ભરતી થાય છે તેમાં પણ અનામત હોય છે. ત્યારે આ પરિણામમાં ક્યાંકને ક્યાંક શરતચૂક થઇ હોય તેવું મારી દ્રષ્ટીએ લાગે છે. મારા વોર્ડ નં.8માં અને 2માં પણ આ રીતે પરિણામ જાહેર કરવામાં ભૂલ થઇ હોવાનું મને લાગે છે.

EVMમાં ભાજપના નિશાન સામે AAPએ વાંધો ઉઠાવ્યો હતો
રાજકોટ મનપાની ચૂંટણીમાં મતદાન પહેલા આમ આદમી પાર્ટીએ EVMમાં ભાજપના નિશાન કમળને લઇને વાંધો ઉઠાવ્યો હતો. આદ આદમી પાર્ટીના રાજભાએ આક્ષેપ કર્યો હતો કે, EVMમાં કમળનું નિશઆન મોટુ અને ઘાટી શાહીવાળું છે જ્યારે અન્ય પાર્ટીના નિશાન નાના અને આછી શાહીવાળા છે. આથી વિવાદ થયો છે. જો કે, બાદમાં ચૂંટણી પંચને પણ આ અંગે રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...