આજે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્ર પાટનગર એવા રાજકોટની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. ત્યારે આપ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે, CM આવ્યા એટલે ઇન્ચાર્જ CP ખુર્શીદ અહેમદ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પોલીસ બંદોબસ્ત મૂકી મને નજરકેદ કર્યો છે.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા ઘર બહાર પોલીસ બંદોબસ્ત મૂકી મને બહાર નીકળવાની મનાઈ ફરમાવ્યા છે. મુખ્યમંત્રીને વિવિધ પ્રશ્ને રજૂઆત કરવાની મારી ઈચ્છા છે. એટલે સરકાર લોકશાહીમાં વિપક્ષનો અવાજ દબાવી રહી છે. આ અંગે તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
અમે મુખ્યમંત્રી સાથે ચર્ચાવિચારણા કરવા માગીએ છીએ: વિરોધપક્ષ
ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા કલેકટર અને CMOને લેખિતમાં જાણ CM પટેલ સાથે મુલાકાત ગોઠવવાની વિનંતી કરવામાં આવી છે. તેથી આજે 3:30 વાગ્યે મુખ્યમંત્રીએ વિરોધપક્ષને સમય આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.