દિલ્હીના CM કેજરીવાલ ધોરાજીમાં:‘ગુજરાતમાં AAPની 90-92 સીટ આવી રહી છે, પણ આટલાથી નહીં ચાલે, આ લોકો સરકાર નહીં ચાલવા દે, 150 સીટ આવવી જોઇએ’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અરવિંદ કેજરીવાલે ભાજપ પ્રહાર કર્યા. - Divya Bhaskar
અરવિંદ કેજરીવાલે ભાજપ પ્રહાર કર્યા.

ધોરાજીના ઝનાના હોસ્પિટલના ગ્રાઉન્ડમાં આજે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભા યોજાઈ હતી. સભામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, કેમ છો, મજામા. જ્યાં પણ જઇએ છીએ લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. IBએ સરવે કરી રિપોર્ટ કેન્દ્ર સરકાર આપ્યો છે. રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઇ રહી છે. 90-92 સીટ આવી રહી છે. પણ આટલાથી કામ નહીં ચાલે, કારણ કે આ લોકો સરકાર ચાલવા નહીં દે, એટલે 150 સીટ આવવી જોઈએ. અમારા પાર્ટીના ધારાસભ્યો ચોરી કરશે તો જેલભેગા કરીશું, મારો દીકરો કે ભાઈ ચોરી કરે તો પણ છોડીશું નહીં.

અમારા પાર્ટીના ધારાસભ્યો ચોરી કરશે તો જેલભેગા કરીશું
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર નુકસાનીમાં ચાલે છે. પણ તમે તો બધી જ વસ્તુઓમાં ટેક્સ આપો છો તો ગુજરાત સરકાર કેવી રીતે નુકસાનીમાં ચાલે છે. 27 વર્ષમાં તમારા ગામમાં રોડ નથી બનાવ્યો તો પૈસા ક્યાં ગયા, ખાઇ ગયા બધા. આપની સરકાર બનશે તો એક એક રૂપિયો પાછો લઈશું તેમની પાસેથી. ગુજરાત સરકારનો એક એક રૂપિયો આપીશું. ભાજપના લોકો આપમાં આવવા માગે છે પણ મારું તમને નિવેદન છે કે, આપમાં ન આવો પણ અંદરોઅંદર ભાજપને હરાવો.

મોટી સંખ્યામાં લોકો કેજરીવાલને સાંભળવા આવ્યા.
મોટી સંખ્યામાં લોકો કેજરીવાલને સાંભળવા આવ્યા.

1 માર્ચથી તમારું વીજળી બિલ ઝીરો આવશે
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ યોજનાનું કામ કરાવવા તમારે પૈસા આપવા પડે છે. પણ 15 ડિસેમ્બર પછી નહીં દેવા પડે. સરકારી ઓફિસમાં તમારે જવાની જરૂર પડશે નહીં. તમે સરકારી અધિકારીને ફોન કરો એટલે ઘરે આવીને કામ કરશે. દર મહિને 25થઈ 30 હજારનો ફાયદો અમે કરાવીશું. એક માર્ચથી તમારૂ વીજળી બિલ ઝીરો આવશે. દરેક મહિલાના ખાતામાં મહિને 1 હજાર રૂપિયા જમા કરાવીશું. અમને રોજગાર દેવાનું આવડે છે. કેજરીવાલ રાક્ષસ અને ઠગ છે એવું કહે છે. કહે છે ડબલ એન્જિનની સરકાર, પણ નવું એન્જિન લઈ આવો. આ વખતે 27 વર્ષવાળી પાર્ટીને હરાવી દ્યો અને નવી પાર્ટીને લઈ આવો.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કોંગ્રેસ પર પ્રહાર કર્યા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કોંગ્રેસ પર પ્રહાર કર્યા.

સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન એકનું એક જ ભાષણ કરે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં પરિવર્તનની હવા ચાલી રહી છે. તમે ઘરની બહાર પગ મૂક્યો એટલે સમજો તમે પરિવર્તન કરવા આવ્યા છો. અમે કોઈ શક્તિ પ્રદર્શન કરવા આવ્યા નથી. અમે ખોટા વાયદા કરવા આવ્યા નથી. પણ અમે તમારી સાથે વાત કરવા આવ્યા છીએ. તમારો ઉપયોગ જિંદાબાદ અને મુરદાબાદના નારા લગાવી કર્યો છે. આઝાદીને 75 વર્ષ થયા પણ તમારા ઘર સુધી આઝાદી મળી નથી. સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન એકનું એક જ ભાષણ કરે છે. જે દેશ ચલાવે છે તેને કહેવા માગુ છું કે, હવે તો લાલ કિલ્લાના કબૂતરોને પણ ભાષણ યાદ રહી ગયું હશે. તમે તમારા ભાષણ તો પહેલા બદલો.

ધોરાજી અને આસપાસના ગામોમાથી લોકો ઉમટ્યા.
ધોરાજી અને આસપાસના ગામોમાથી લોકો ઉમટ્યા.

કોંગ્રેસ ચેન્જ નહીં એક્સચેન્જ છે
ભગવંત માને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ચેન્જ નહીં એક્સચેન્જ છે. કોંગ્રેસ કોમામાં ચાલી ગઈ છે. તેને વોટ દેવાનો કોઈ ફાયદો નથી. ગત વખતે જીતેલા 22 ધારાસભ્યો ભાજપમાં છે. 20 હજાર યુવાનોને નોકરી આપી તેની ખુરશી પર બેસાડીને આવ્યા છે. ગુજરાતમાં પોલીસ પણ કોન્ટ્રાક્ટ પર છે. હવે તો આર્મીના જવાનો પણ કોન્ટ્રાક્ટ પર છે. દિલ્હીમાં 50 લાખ ઘરમાં ઝીરો વીજળી બિલ આવી છે. અમે ધારાસભ્યોના પેન્શન બંધ કરી દીધા. લોકો પાસેથી ટેક્સ લઈએ છીએ તો તેને સુવિધાઓ આપીને પરત કરીએ છીએ. આ લોકો ખજાનો ખાલી કરી તમને આપવાનો છે.

(ભરત બગડા, ધોરાજી)

અન્ય સમાચારો પણ છે...