માગણી:સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટની ચૂંટણીમાં મતદાર નોંધણી ઓનલાઈન કરવા આમ આદમી પાર્ટીએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. - Divya Bhaskar
આપ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ

રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.નીતિન પેથાણીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યોજાનાર આગામી સેનેટની ચૂંટણી સંદર્ભે મતદાર નોંધણી ઓનલાઈન કરવામાં માગ કરવામાં આવી હતી.

હવે સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટની ચૂંટણીમાં આપ પણ ઝંપલાવશે
છેલ્લા ઘણા સમયથી કોઇને કોઈ વિવાદો વચ્ચે ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ-કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ-ભાજપની ભાગબટાઇ સામે વિકલ્પ બનવા હવે આપ તૈયાર થયું છે. આજે આમ આદમી પાર્ટીના રાજભા ઝાલા, શિક્ષણ સેલ રાજકોટ શહેરના દિગુભા વાઘેલા, સુરજ બગડા, ભાવેશ પટેલ, જયદીપસિંહ જાડેજા, પિયુષ ભંડેરી, પ્રણવ ગઢવી સહિતનાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી આગામી સેનેટની ચૂંટણીમાં મતદાર નોંધણી પ્રક્રિયા પારદર્શક કરવા માગ કરી છે.

મતદાર નોંધણી ઓનલાઇન કરવા માગ
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મતદાર નોંધણીમાં પારદર્શકતા જળવાય અને વધુમાં વધુ મતદારો નોંધાય તે માટે મતદાર નોંધણી ઓનલાઇન કરવી તેમજ રોજેરોજની મતદાર નોંધણીની માહિતી જાહેર કરવાથી પારદર્શકતા જળવાશે અને ભૂતકાળમાં થયેલી ગેરરીતિઓને અવકાશ નહીં રહે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ABVP, NSUI બાદ હવે આપ દ્વારા પણ મતદાર નોંધણી પ્રક્રિયા ઓનલાઇન કરવા માગ કરી તેનો સ્વીકાર કરવામાં આવશે કે પછી પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોના દબાવમાં રહી દેરાણી-જેઠાણી (કુલપતિ-ઉપ કુલપતિ) પોતાની જાતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં કરી શકે.

અન્ય સમાચારો પણ છે...