આરોપ:ટ્રેક્ટરમાં કચરાના બદલે માટી નાખી કૌભાંડ: આમ આદમી પાર્ટીનો આક્ષેપ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કચરો ઉપાડી તેને ડમ્પિંગ સાઇટ પર નાખવા ટ્રેક્ટર સંચાલકોને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ કર્યો છે. ઝાલાએ જણાવ્યું હતું કે, અમારા કાર્યકર્તાઓએ આજી ડેમ ચોકડી પાસે છથી સાત ટ્રેક્ટર અટકાવ્યા હતા અને તેમાં કચરાની સાથે માટી પણ હતી. આ રીતે ખોટા ફેરા કરી બિલ પાસ કરી લેવામાં આવે છે. ડેપ્યુટી કમિશનર સિંઘને રજૂઆત કરી 7 દિવસમાં તપાસ કરી કાર્યવાહી કરવા અલ્ટિમેટમ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...