શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલા પરેશ ગેસ્ટહાઉસના રૂમ નં.10માંથી શનિવારે સવારે યુવાનનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ તેમજ 108ની ટીમ ગેસ્ટહાઉસ દોડી ગઇ હતી. 108ની તપાસમાં યુવાનનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.
પોલીસે તપાસ કરતા મૃતક જામજોધપુરના તરસાઇ ગામનો મીત અરવિંદભાઇ કારાવડિયા હોવાનું અને તે ગત તા.17-5થી ગેસ્ટહાઉસમાં રોકાયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરતા મીત ત્રણ ભાઇ-બહેનમાં વચેટ હતો અને પડધરી પાસે આવેલી બાલાજી પોલીસ પ્રિન્ટ નામના કારખાનામાં નોકરી કરતો હતો.
શુક્રવારે મીતનો કોઇ સંપર્ક નહિ થતા તેના કારખાને તપાસ કરી હતી, પરંતુ ત્યાં તેની કોઇ ભાળ નહિ મળતા પડધરી પોલીસમાં શુક્રવારે જ ગુમશૂદા નોંધ કરાવી હતી. ત્યારે મીતની શોધખોળ કરતા હતા તે સમયે મીતે રાજકોટમાં આપઘાત કર્યાના સમાચાર મળ્યાની પિતા અરવિંદભાઇએ પોલીસને જણાવ્યું છે. પુત્ર મીતે ક્યા કારણોસર પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ હોવાનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.